વિરોધ:જામનગરમાં મામલતદારોની સામૂહીક રજાથી અરજદારો રઝળી પડ્યા

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરૂ સેકશન સેવા સદનમાં કામગીરી બંધ રહેતા ધરમના ધક્કા થયા

સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર સહિતના અધિકારીઓ સાથે કરેલી ગેરવર્તણૂંકના વિરોધમાં શુક્રવારે જામનગરમાં મામલતદાર અને નાયબ મામલતદારો માસ સીએલ પર જતાં અરજદારો રઝળી પડયા હતાં. શરૂ સેકશન સેવા સદનમાં કામગીરી બંધ રહેતા લોકોને ધરમના ધકકા થતાં રોષની લાગણી ફેલાઇ છે.

તાજેતરમાં સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર અને નાયબ મામલતદાર સાથે ગેરવર્તન કર્યું હતું. જેના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. રાજયના મામલતદાર યુનિયનના આદેશ અનુસાર જામનગર સહિત રાજયભરના મામલતદારો શુક્રવારે માસ સીએલ પર ઉતર્યા હતાં. જેના કારણે શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા જિલ્લા સેવા સદનમાં કામગીરી બંધ રહેતા અરજદારો રઝળી પડયા હતાં. અરજદારોને કોઇ જાણ ન હોવાથી ધરમના ધકકા થયા હતાં. સામૂહીક રજા પર ઉતરેલા મામલતદાર અને નાયબ મામલતદારોએ સાંસદ માફી માગે તેવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...