તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ અંત:જામનગરમાં શાકભાજી લેવાની બાબતમાં બહેને ઠપકો આપતા ભાઇએ ઘર છોડ્યું, અંતે મિલન થયું

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર રેલ્વે સ્ટેશન પર મળી આવેલા બાળકનો પરિવાર સાથે મેળાપ થયો

જામનગર રેલ્વે સ્ટેશન પર સગીર વયનું બાળક રેલ્વે ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક સ્ટાફને મળી આવ્યું હતું. બાળક સાથે કોઈ વાલી ન હોવાથી બાળક સાથે વાતચીત કરતા શાકભાજી લેવા જવાની બાબતમાં બહેન દ્વારા સામાન્ય ઠપકો આપવામાં આવતા માઠું લાગી જતા તેને ઘરે કોઈને પણ જાણ કર્યા વગર જામનગર રેલવે સ્ટેશન પર પહોંચી ગયો હતો અને ભાગી જવાના ઈરાદે ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ ચાઇલ્ડ હેલ્પ ડેસ્કના સ્ટાફ અને આરપીએફે બાળકને સમજાવી તેનું પરિવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

જામનગર રેલવે સ્ટેશન પર ગત તા.3 સપ્ટેમ્બરના બપોરે 12.40 વાગ્યાની આસ પાસ ચાઇલ્ડ હેલ્પ ડેસ્કને 12 વર્ષનું સગીર વયનું બાળક એકલું મળી આવ્યું હતું. બાળકના સાથેની વાતચીતમાં બાળકના જવાબો ખોટા અને અસામાન્ય લાગતાં ચાઈલ્ડ હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા બાળકનું કાઉન્સલીંગ કરાયું હતું. જેમાં અલ્હાબાદના પ્રયાગરાજમાં રહેતો બાળક જામનગર તેના બહેનના ઘરે છેલ્લાં બે મહિનાથી રહેતો હતો. બહેન દ્વારા બાળકને શાકભાજી લેવાની બાબતમાં સામન્ય ઠપકો આપતા માઠું લાગી જતા ઘરે કોઈને પણ જાણ કર્યા વગર ભાગી જવાના ઈરાદે રેલ્વે સ્ટેશન પર પોહચી ગયો હતો અને ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યો હોવાનું બાળકે જણાવ્યું હતું.

જો કે, ચાઈલ્ડ હેલ્પ ડેસ્કની ટીમે સમજાવતા બાળકે તેની ભૂલ કબુલી ફરી આવું નહી કરે તેવું જણાવ્યું હતું. બાળક ફરી પાછો તેના બહેનના ઘરે જવા માટે તૈયાર થતા બાળકની બહેનનો સંપર્ક કરી, બહેન અને બાળકના આધાર પુરાવાની પુષ્ટી કર્યાબાદ રેલ્વે પોલીસ સાથે રહીને બાળકને તેની બહેનને સોપવામાં આવ્યો હતો. આમ બાળકનું પરિવાર સાથે પુન: મિલન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...