પર્યુષણ પર્વ પૂર્ણ:જામનગરમાં સ્થાનિકવાસી જૈન દેરાસરના તપસ્વીઓનો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૈન સમાજના તપસ્વીઓના પારણા પણ યોજાયા

જામનગરમાં પર્યુષણ પર્વના દિવસે જૈન સમાજ દ્વારા સંવત્સરીની ભવ્ય ઉજવણી કરાયા પછી મિચ્છામી દુક્કમની ક્ષમાપના કરવામાં આવી હતી, ત્યારબાદ આજે દેરાવાસી જૈન સમાજના તપસ્વીઓના પારણા યોજાયા હતા. ઉપરાંત સ્થાનકવાસી જૈન સમાજના તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં અનેક જૈન જૈનેતર ભાઈઓ બહેનો જોડાયા હતા.

દેરાસરોમાં રાત્રે ભવ્ય આંગીના દર્શન
જામનગરમાં ગઈકાલે પર્યુષણ પર્વના આઠમા દિવસે જૈન સમાજદ્વારા સંવત્સરીની ઉજવણી કરવામાં આવી હતી, અને તમામ ઉપાશ્રયોમાં ક્પસૂત્ર વિગન, પીની બોલી, પાખ્યાનો, સામુહિક પ્રતિક્રમણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા પછી સાંજે મિચ્છામી દુક્કડમની ક્ષમાપના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તમામ દેરાસરોમાં રાત્રે ભવ્ય આંગીના દર્શન અને ભાવનાના કાર્યક્રમો પણ યોજાયા હતા.

વરઘોડામાં અનેક વાહનોના કાફલો જોડાયો
આ દરમિયાન આજે સવારે વિશા શ્રીમાળી તપગચ્છ સંઘના તપસ્વીઓના સામુહિક પારણા તંબોલી માર્કેટ નજીક આવેલી અમૃત વાડીમાં યોજાયા હતા. સંવત્સરી બાદ આજે આચાર્ય ભગવંતો આદિઠાણાની નિશ્રામાં ચાંદી બજારથી તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો. સવારે સ્થાનક વાસી જૈન સમાજના તપસ્વીઓ વાજતે ગાજતે વરઘોડામાં જોડાયા હતા. જેમાં અનેક વાહનોના કાફલો જોડાયો હતો અને નગર ભ્રમણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...