તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:જામનગરમાં વેક્સિનનો જથ્થો ઓછો આવતા દેકારો, ચાંદી બજારમાં પોલીસ બોલાવવી પડી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇન્દુમધુ હોસ્પિટલમાં શનિવારે વેક્સિન લેવા લોકોના ટોળેટોળા ઉમટયા હતાં. - Divya Bhaskar
ઇન્દુમધુ હોસ્પિટલમાં શનિવારે વેક્સિન લેવા લોકોના ટોળેટોળા ઉમટયા હતાં.
  • ચાંદીબજારમાં વેક્સિનના માત્ર 100 ડોઝ જ આવ્યા હતાં, જ્યારે રસીકરણ માટે સેંકડો લોકો ઉમટી પડ્યા હતાં

જામનગર શહેર-જિલ્લામાં વેક્સિનની ઓછી ફાળવણીના પગલે લોકોના ધરમ ધક્કા વધી રહ્યા છે. જ્યારે આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોની ધીરજ પર હવે જવાબ આપી રહી છે. ચાંદી બજાર ખાતે આવી રહેલા હોસ્પિટલ ખાતે વેક્સિનના ઓછા જથ્થા અને વધુ લોકોના ભેગા થવાથી ભારે દેકારો થયો હતો જે માટે પોલીસને બોલાવવી પડી હતી.

જામનગર શહેર-જિલ્લામાં વેક્સિન મામલે લોકોની જાગૃતિ દિવસે-દિવસે વધી રહી છે ત્યારે વેક્સિન લેવા માટે લોકો તલપાપડ બન્યા છે. આ બધા વચ્ચે સરકારમાંથી વેક્સિનનો જથ્થો દર બે દિવસે જે આવે છે તે ઓછો આવવાના કારણે દરરોજ આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ધરમ ધક્કા થાય છે. જો કે, તંત્ર નિયમ મુજબ જથ્થો આવતો હોવાનો દાવો કરે છે જે દાવો કેટલો સાચો છે તે સાબિત કરતી ઘટના શનિવારે ચાંદી બજાર ખાતે આવેલા ઈન્દુમધુ હોસ્પિટલ ખાતે બની હતી જે વેક્સિનનો કાર્યક્રમ ચાલુ હતો જ્યાં ફક્ત 100 ડોઝ જ વેક્સિન આવ્યા હતા જેની સામે અસંખ્ય લોકો ભેગા થઈ જતાં દેકારો બોલી ગયો હતો અને લોકો કાબૂ બહાર થતાં અંતે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આમ, વેક્સિનના કારણે જામનગરના આરોગ્ય કેન્દ્રમાં રોજ ઉચાટભર્યું વાતાવરણ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...