પોલીસના દરોડામાં:જામનગર-સિક્કામાં જુગારના દરોડામાં 10 શખસો ઝડપાયા

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 હજાર ઉપરાંત કબજે કર્યા, 2 શખસો ફરાર

જામનગર શહેર અને સિકકામાં જુગારના બે દરોડામાં પોલીસે 10 શખસોને 15 હજાર ઉપરાંતની રોકડ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે, જયારે બે શખસો દરોડામાં નાસી છુટવામાં સફળ થયા હતાં. શહેરના નાગનાથ ગેઇટ પાસે આવેલા મહેશ્વરી વાસના ચોકમાં ઘોડીપાસા વડે જુગાર રમતા ફિરોઝ ઉર્ફે કડો કાસમ કુરેશી, નુરમામદ ઉર્ફે મામુ ઓસમાણ બ્લોચ, દેવા રાણા મયડા અને વીરા બાના ગડણને પોલીસે રોકડ રૂા. 10,500 તથા ઘોડીપાસની જોડી સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા દરોડામાં સિકકા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમી રહેલા યાસીન અલી હુંદડા, ઇમરાન અબ્બાસ ખેડુ, મુસ્તાક તાલબ હુંદડા, ઇબ્રાહીમ સાલેમામદ હુંદડા, હુશેન જુનસ નેપાણી અને અકબર સાલેમામદ હુંદડાને પોલીસે રોકડ રૂા. 5340 સાથે પકડી પાડયા હતાં જયારે 2 શખસો આ જુગારના દરોડા દરમિયાન નાશી છૂટયા હતાં.

અન્ય સમાચારો પણ છે...