વીજ ચેકિંગ:જામનગરમાં રૂા. 26.40 લાખની વીજચોરી ઝડપાઇ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવાગામ, અંબાજી ચોક વિસ્તારોમાં ચેકિંગ
  • 469 જોડાણમાંથી 88માં ગેરરીતિ ખૂલી

જામનગરમાં નવા વર્ષના પ્રારંભે રૂ.26.40 લાખની વીજ ચોરી ઝડપાઇ છે. વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ અંતર્ગત 34 ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારને ઘમરોળી 469 વીજ જોડાણ ચેક કરાતા 88 માં ગેરરીતિ ખૂલતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ. 26.40 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા.

નવા વર્ષનો પ્રારંભ થતાં વીજ કંપનીએ શહેરમાં વીજ ચોરીને ડામવા પુનઃ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત વીજ તંત્ર મંગળવારે કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. વીજતંત્રની 34 ટીમ દ્રારા શહેરના નવાગામ ઘેડ, વાઘેરવાડો, અંબાજી ચોક સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં કુલ 469વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 88 જોડાણોમાં ગેરરીતિ ખુલતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ. 26.40 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 16 એસઆરપી,15 લોકલ પોલીસ તથા 8 એકસ આર્મી જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. વિજચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...