તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જામનગરમાં વૃદ્વના રૂ. 60 હજારનો ચેઇનની તફડંચી

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુલાબનગર વિસ્તારમાં વહેલી સવારે હેલ્મેટધારી તસ્કર કળા કરી ગયો

જામનગરમાં દિવાળી પર્વના દિવસે જ ગુલાબનગર વિસ્તારમાં ફુલિયા હનુમાનજી મંદિર નજીક આવેલા એક રહેણાંક મકાનમાં દિવાલ ટપી અંદર પ્રવેશેલો કોઇ અજાણ્યો હેલ્મેટધારી ગઠીયો વૃધ્ધના ગળામાંથી રૂ.60 હજારની કિંમતનો દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝુંટવીને નાશી છુટયો હોવાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે ઘટનાસ્થળ પર દોડી જઇ અજાણ્યા ઉઠાવગીરીના સગડ મેળવવા માટે કવાયત હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ફુલીયા હનુમાનજી મંદિર નજીક રહેતા અને નિવૃત જીવન વ્યતિત કરતા રામજીભાઇ નારણભાઇ નકુમ નામના વૃધ્ધના રહેંણાંક મકાનમાં શનિવારે વહેલી સવારે કોઇ અજાણ્યો હેલ્મેટધારી શખ્સ દિવાલ ટપીને અંદર પ્રવેશ્યો હતો.ત્યારબાદ રામજીભાઇએ તેના ગાળામાં પહેરલો રૂ.સાંઇઠ હજારની કિંમતનો દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝુંટવી પલકવારમાં જ નાશી છુટયો હતો.

આ બનાવના પગલે ભારે દેકારો થયો હતો.જોકે,ગઠીયો રફુચકકર થઇ ગયો હતો.આ અંગે સીટી બી પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે ભોગગ્રસ્ત વૃધ્ધની ફરીયાદ પરથી હેલ્મેટ પહેરેલા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.જયારે મકાનની આજુબાજુના અને લગત વિસ્તારોના સીસીટીવી ફુટેજની તજવિજ સાથે વહેલી સવારે ઘરમાં પ્રવેશીને સોનાના ચેઇન ઝુંટવી નાશી છુટેલા ગઠીયાના સગડ મેળવવા માટે જુદી જુદી દિશામા઼ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો