પરિણીતાનો આપઘાત:જામનગરમાં સંતાન પ્રાપ્તિ નહીં થતાં પરિણિતાએ ગળાફાસો ખાઇ જીવનદોરી ટૂંકાવી

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરના અંધ આશ્રમ પાછળ દવા બજાર કોલોની નજીક રહેતી 21 વર્ષની મહારાષ્ટ્રીયન પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સંતાન પ્રાપ્ત થઈ શકે તેમ ન હોવાથી મનમાં લાગી આવ્યું
​​​​​​​
આ બનાવ અંગે દક્ષાબેન પ્રવીણભાઈ ગાવડેએ પોલીસને જાણ કરતાં સીટી સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. તેમજ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક પરિણીતાને ગર્ભાશયની કોથળીની તકલીફ હોવાથી સંતાન પ્રાપ્ત થઈ શકે તેમ ન હતી. જેથી મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...