ક્રાઇમ:જામનગર પંથકમાં જુગારની અવિરત ભરમાર, 9 મહિલા સહિત 35 શખસો આબાદ પકડાયા

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામજોધપુરના ડેરી આંબરડીમાં જુગારધામ પકડાયું
  • રોકડ, મોબાઇલ સહિત 90 હજારની માલમતા કબજે

જામનગર અને જામજોધપુરના ડેરી આ઼બરડી પંથકમાં પોલીસે જુદા જુદા ચાર સ્થળેથી જુગાર રમતા વધુ 35 શખ્સોને પકડી પાડી રોકડ અને મોબાઇલ સહિત રૂ.90 હજારની માલમતા કબજે કરી હતી.જેમાં જામજોધપુરના ડેરી આંબરડી ગામે શેઠ વડાળા પોલીસે મકાનમાંથી જુગારધામ પકડી પાડી પંદર શખ્સોને દબોચી લીધા હતા.

શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં મહાકાળી ચોક પાસેથી પોલીસે મયાબેન લખનદાસ, કવિતાબેન નરેશભાઇ, કમલેશ ઉર્ફે લાલો ચમનલાલ અને હિતેશ પ્રભુલાલને તિનપતિ રમતા પકડી પાડી રોકડ સહિત રૂ.11 હજારની માલમતા કબજે કરી હતી.જયારે સાધના કોલોનીના પહેલા ઢાળીયા પાસેથી પોલીસે કુસુમબેન દિપકભાઇ, પ્રતિમાબેન ઉર્ફે મનીષાબેન હેમતસિંહ ચૌહાણ, ડીમ્પલબેન જીતેન્દ્રભાઇ,અરૂણાબેન સુભાષભાઇ, મધુબેન બીપીનભાઇ, રૂપલબેન અમૃતલાલ અને પ્રેમીલાબેન દિલીપભાઇને રોનપોલીશ રમતા પકડી પાડી રૂ.13,500ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.જયારે ગોકુલનગર નજીક પાણાખાણ વિસ્તારમાંથી સીટી સી પોલીસે જુગાર રમતા નિલેશ મંગાભાઇ, પોલા અરજણભાઇ જશવંતસિંહ ભીખુભા, હેંમત નારણભાઇ, સંજય મનગભાઇ, વિજય ઉર્ફે પેથો કાનાભાઇને પકડી પાડી રૂ.10,070ની રોકડ કબજે કરી હતી.

જામજોધપુરના ડેરી આંબરડી ગામે એક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે શેઠ વડાળા પોલીસે ઘીરજ સવદાસભાઇ પીપરોતરના મકાનમાં દરોડો પાડયો હતો. દરોડા વેળા દોઢ ડઝન શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે મકાનધારક ધીરજ પીપરોતર ઉપરાંત કરશન પરબતભાઇ, રમેશ કરમણભાઇ, હમીર ભીમાભાઇ, અરવિંદ માલદેભાઇ, મારખી રાજશીભાઇ, નારણ સામતભાઇ, રામા મારખીભાઇ, રાહુલ સામતભાઇ, કિશોર કરશનભાઇ, ભરત પરબતભાઇ, રમેશ સવદાસભાઇ, સામત મારખીભાઇ,સવદાસ ખીમાભાઇ, ભરત વજશીભાઇ, મહેશ માલદેભાઇ, સાજણ હરદાસ અને ગોપાલ મારખીભાઇને પકડી પાડયા હતા.પોલીસે રૂ.35,550ની રોકડ, સતર મોબાઇલ સહિત રૂ.57,550ની માલમતા કબજે કરી હતી.