જામનગરના દિ.પ્લોટ-49માં જુગાર રમાતો હોવાની બાતમી મળતા સિટી એ પોલીસે દરોડો પાડતા ગંજીપાના વડે જુગાર રમતા રાજેશ સવજીભાઈ ચૌહાણ, સંજય મહેશભાઈ સોલંકી, વિનોદ ભગવાનજી ચૌહાણ, રમેશ વિશાલભાઈ ચૌહાણ, રાજેન્દ્ર પ્રભુભાઈ ચૌહાણ, રામુ નારણજી જાડેજા, હમીરજી કરશનજી જાડેજા ઉર્ફે જુવાનસિંહ, રમેશ અરજણભાઈ હુરબડા નામના 8 શખ્સ મળી આવ્યા હતા. જયારે પોલીસને જોઈ વિશાલ નરસી ચૌહાણ, શિવો પરમાર, ભગતસિંહ રતનસિંહ જાડેજા, સતુભા જાડેજા ઉર્ફે સત્યો, કિરણ ગોવુભા જાડેજા અને ભરત ગોવુભા જાડેજા સહિત છ નાશી છુટયાનુ જાહેર થયુ છે.
જયારે સતાપરમાં પોલીસે તીનપતી રમતા રાજેશ મૂળજીભાઈ વાઢેર, ભરત ખીમજીભાઈ ખટાણીયા, અનિલ મનસુખભાઈ દાવદ્રા, કરશનભાઈ નાથાભાઈ ડોડીયા તથા પુનિત ભીખુભાઈ રાઠોડ, દયેશ કલાભાઈ પરમાર, મહેશ દેવદાસ ડોડીયાને પકડી પાડી રોકડ કબજે કરી હતી. ઈશ્વરીયા ગામમાં પોલીસે તીનપતી રમી રહેલા મુકેશ અરજણભાઈ બૈડિયાવદરા, જોરૂભા ભીખુભા જાડેજા, નીતેશ રણમલભાઈ બેલા નામના ત્રણ શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. જ્યારે ખીમાભાઈ રામાભાઈ બૈડિયાવદરા, હેભાભાઈ દેવાભાઈ બૈડિયાવદરા તથા મનસુખ સામતભાઈ બૈડિયાવદરા નાસી ગયાનુ જાહેર થયુ છે.
પોલીસે રોકડ બાઇક કબજે કરી ફરાર શખસોની શોધખોળ હાથ ધરી છે. કાલાવડના નાગપુર ગામમાં નદી કાંઠેથી પોલીસે ગંજીપાના વડે જુગાર સબબ બુધા ભનાભાઈ વાઘેલા, અરજણ મેપાભાઈ વાઘેલા, ભીખા ગોવાભાઈ વાઘેલા, નરેન્દ્ર ભોજાભાઈ સીગલ પોલીસ રેઈડમાં ઝડપાયા હતા. જ્યારે મનસુખ ગોવાભાઈ વાઘેલા, કેશુ વીશાભાઈ પરમાર નાશી ગયાનુ જાહેર થયુ છે. નવા મોખાણા વાડી વિસ્તારમાં પોલીસે ગંજીપાના કૂટતા નાજાભાઈ માલાભાઈ વકાતર, મુકેશ ભીખાભાઈ કંબોયા, દીપક ભરતભાઈ વડેચા, ભરત છગનભાઈ પાટડીયા, હીરા રમેશભાઈ વાઘોણા અને નાથા રામભાઈ પરમારને પકડી પાડી રોકડ કબજે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.