રોગચાળો:જામનગરમાં ગત વર્ષે ઓકટોબર મહિનામાં ડેન્ગ્યુના ફકત 5 જ કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 93 કેસ

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામનગર શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવતી ડોર ટુ ડોર સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી પણ શંકાના દાયરામાં આવી
 • શહેર-જિલ્લામાં ત્રણ મહિનામાં ડેન્ગ્યુના 133 કેસ નોંધાયા, દિવાળીના તહેવારો ટાંકણે કેસમાં ધરખમ વધારાથી શહેરીજનોમાં ચિંતા

જામનગરમાં ગત વર્ષે ઓકટોબર મહિનામાં ડેન્ગ્યુના ફકત 5 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે ચાલુ વર્ષે એક જ મહિનામાં 93 કેસ નોંધાતા આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. શહેર-જિલ્લામાં ત્રણ મહિનામાં ડેન્ગ્યુના 133 કેસ નોંધાયા છે. દિવાળીના તહેવારો ટાંકણે કેસમાં ધરખમ વધારાથી લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવતી ડોર ટુ ડોર સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી શંકાના દાયરામાં આવી છે.

જામનગરમાં દિવાળીના તહેવારો ટાંકણે ડેન્ગ્યુના રોગચાળાએ માથું ઉંચકયું છે. જેના કારણે શહેર-જિલ્લામા છેલ્લાં એક મહિનામાં 93 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું છે તો લોકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે. આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ડોર ટુ ડોર સર્વે અને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ડેન્ગ્યુના કેસ વધતા આ કામગીરી સામે સવાલ ઉઠયા છે.

ડેન્ગ્યુના લક્ષણો

 • એકાએક ખૂબ જ તાવ આવે છે અને 3 થી 7 દિવસ સુધી રહે છે
 • માથાના આગળના ભાગમાં એટલે કે કપાળમાં સતત દુ:ખાવો થાય
 • તાવ અને ઉબકા આવે. ઉલ્ટી થાય અને ભૂખ ન લાગે.
 • આંખો દૂ:ખે, ખાસ કરીને આંખો હાલાવીએ ત્યારે વધુ દુ:ખે.
 • સાંધા અને સ્નાયુઓમાં દુ:ખાવો થાય
 • કયારેક છાતી અને હાથ ઉપર ઓરી જેવા દાણા દેખાય

મચ્છરજન્ય રોગથી બચવા આ તકેદારી જરૂરી

 • ખુલ્લામાં પડી રહેલા ટાયર, ભંગારનો તાકીદે નિકાલ કરવો
 • છત પર વરસાદી પાણી ન ભરાઇ રહે તેની તકેદારી રાખવી
 • પાણી ભરેલા વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા
 • પાણીના ખાબોચિયા માટીથી પૂરી દેવા
 • શહેરમાં સેલરમાં ભરેલા પાણીનો નિકાલ કરવો
 • મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો

સ્વચ્છ પાણીમાં થતાં એડીસ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે
એડીસ-ઇજીપ્તિ પ્રકારનો મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે. ઘરમાં અને ઘરની આસપાસ ભરાઇ રહેતા સ્વચ્છ પાણીમાં, ધાબા ઉપર રહેલા ડબ્બાં ડબલાં, ટાયરો, બાટલીઓ, ફૂલદાનીમાં ભરાઇ રહેતા પાણીમાં પણ મચ્છર થાય છે.

શહેર-જિલ્લામાં ત્રણ મહિનાના ડેન્ગ્યુના કેસની ફેકટ્ફાઇલ

મહિનોશહેરજિલ્લોશહેરજિલ્લો
2020202120202021
ઓગષ્ટ2902
સપ્ટેમ્બર02201
ઓકટોબર450143
અન્ય સમાચારો પણ છે...