કોરોના મંદ:જામનગરમાં કોરોના મંદ, ફકત 1 પોઝિટિવ કેસ નોંધાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ચોથા દિવસે કોઇ સંક્રમિત નહીં
  • એક જ દિ’ માં 10 દર્દીએ મહામારીને હરાવી

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ આખરે ઘટતા રવિવારે શહેરમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ રાહત અનુભવી છે. ઉપરાંત છેલ્લા પાંચ દિવસના સમયગાળા દરમિયાન કોરોના રિકવરી રેટ બમણો થયો છે. 5 દિવસમાં 11 દર્દી કોરોના સંક્રમિત થયા છે. જેની સામે 20 દર્દી કોરોના મુક્ત થયા છે. સતત ચોથા દિવસે જિલ્લામાં કોઇ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

જામનગર શહેરમાં કોરોના નો વિસ્ફોટ થયા પછી હજુ પણ ધીમે ધીમે કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. જેમાં બે દિવસ થી ઘટાડો થયો છે, અને જામનગર શહેરી વિસ્તારમાં રવિવારે માત્ર 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે દર્દી ને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યો છે.

ઉપરાંત જામનગર જિલ્લામાં બુધવારે બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા પછી ચાર દિવસથી તેમાં રાહત જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારના પખવાડિયા દરમિયાન કુલ 4 પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં જામનગર તાલુકાના ત્રણ અને જામજોધપુર પંથકમાં એક કેસ સામે આવ્યો હતો, જોકે ચારેય દર્દીઓ હાલ કોરોના મુક્ત થઈ ગયા છે. જી.જી. હોસ્પિટલના કોવિડ-એ વિભાગમાં કોરોનાના કુલ 7 દર્દી સારવાર હેઠળ છે. તેમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દી છે, જ્યારે બે દર્દીઓ કે જેઓ હાલ નેગેટિવ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...