મોંઘવારી:જામનગરમાં 1 માસમાં ડુંગળીના ભાવ કિલોએ રૂા.10થી 15 વધ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ-મધ્યમવર્ગને ડુંગળી નહીં પણ તેના ભાવ રડાવી રહ્યા છે

જામનગરમાં છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 10 થી 15 વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી ડુંગળીનો પાક નિષ્ફળ જતા અન્ય રાજયમાંથી ડુંગળીની આયાત કરાઈ રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં ડુંગળીના ભાવ વધતા હાલમાં ડુંગળી બજારમાં રૂ. 30 થી 35ના કિલોએ વેચાઇ રહી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ડુંગળી નહીં પણ તેના ભાવ રડાવી રહ્યા છે. ત્યારે દિવાળી બાદ ડુંગળીના ભાવ હજુ પણ વધે તેમ વેપારીઓએ જણાવ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ જેટગતિએ વધતા રૂ. 100ને પાર કરી ગયા છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંધું બન્યું છે. બીજી તરફ ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ડુંગળીના પાક નિષ્ફળ જતા જામનગરમાં નાસિકથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે. જેની સીધી અસર ડુંગળીના ભાવમાં થઇ છે. છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો રૂ.10 થી 15નો વધારો થયો છે. જેથી હાલ બજારોમાં ડુંગળીનો ભાવ પ્રતિકિલો રૂ.30 થી 35એ વેચાઈ રહી છે. જોકે દિવાળી પછી પણ રૂ.5થી 10નો વધારો થાય તેવી શક્યતા વેપારીઓએ વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...