ક્રાઇમ:જામનગરમાં ગંજીપાના વડે જુગાર રમતા નવ પકડાયા

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિશાન ચોક વિસ્તારમાં ભરબપોરે જામેલા જુગાર પર દરોડો

કિશાન ચોક વિસ્તારમાં ગેબનશા પીરના વાડા પાસેથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમતા નવ શખ્સોને઼ પકડી પાડયા હતા અને તમામના કબજામાંથી રૂ.11,380ની રોકડ રકમ કબજે લઇને જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. 

રૂ.11,380ની રોકડ સહિતની માલમતા કબજે કરતી પોલીસ
પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં સીટી એ સર્વેલન્સ સ્કવોડના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડીયા સહિત પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ કિશાન ચોક નજીક અમુક શખ્સો એકત્ર થઇને ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ગેબનશા પીરના વાડા પાસે ત્રાટકી હતી.જે વેળા નવ શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા. આથી પોલીસે મુસા કાદુભાઇ દરજાદા, આબીદ યુનુસભાઇ બ્લોચ, મુસા હુશેનભાઇ ખયાણી,સલીમ અબ્બાસભાઇ બ્લોચ,અલ્તાફ મોહમદભાઇ બ્લોચ,રફીક હુશેનભાઇ ખફી, ઇબ્રાહિમ ઇસ્માઇલભાઇ દરજાદા, અલ્લારખા જુસબભાઇ પીલુડીયા અને ઇમરાન ગુલામહુશેન દરજાદાને પકડી પાડયા હતા.પોલીસે તેના કબજામાંથી રૂ.11,380ની રોકડ રકમ સહીતની માલમતા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.આ ઉપરાંત જાહેરનામાના ભંગ મામલે પણ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...