તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજીબ ઘટના:જામનગરમાં જિલ્લા પંચાયત પાસે બગી બેકાબુ બનતા ઘોડાે ગંભીર અવસ્થામાં, ટોળા ઉમટયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રવિવારના શહેરના જિલ્લા પંચાયત સામેના બગીચામાં ઘોડો બેકાબૂ બનતા અકસ્માત સર્જાયો હતો અને ઘોડાે જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઇ છે. - Divya Bhaskar
રવિવારના શહેરના જિલ્લા પંચાયત સામેના બગીચામાં ઘોડો બેકાબૂ બનતા અકસ્માત સર્જાયો હતો અને ઘોડાે જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઇ છે.
  • ઘોડાગાડી બગીચામાં ઘૂસી જતાં સર્જાયો અકસ્માત
  • રવિવારના મોડીસાંજે બનેલી ઘટના
  • બનાવના પગલે લાલબંગલા પાસે ટ્રાફિક જામ: સદ્દનસીબે ઘોડાગાડીમાં બેસેલા લોકોનો આબાદ બચાવ

જામનગર શહેરમાં રવિવારના સાંજે જિલ્લા પંચાયત સામે આવેલ બગીચામાં બગી એકાએક બેકાબુ થતાં ઘોડો બગીચાની ઝાળી તોડી અંદર ઘૂસી ગયો હતો અને ઘોડાને ગંભીર ઇજા થવા પામી છે. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં.

શહેરમાં રવિવારના મોડીસાંજે જિલ્લા પંચાયત સામે આવેલ બગીચા પાસે એક અજીબ ઘટના બનવા પામી હતી. જેમાં રવિવાર હોવાથી પ્રદર્શન ગ્રાઉન્ડથી લાલબંગલા સર્કલ સુધી ઘોડાગાડીઓ બાળકાેના મનોરંજન માટે દોડતી હોય છે ત્યારે એક બગીનો ઘોડો બેકાબૂ બનતા બગીચાની ઝાળીમાં ઘૂસી ગયો હતો અને આ ઘોડાને શરીરના ભાગે ઇજા પહોંચી હતી, જેના આંતરડા બહાર આવી ગયા હતાં. સદ્દનસીબે આ ઘોડાગાડીમાં બેઠેલા લોકોને ઇજા થવા પામી ન હતી. આ બનાવના લાલબંગલા સર્કલમાં ટ્રાફિક જામ થાેડાઅંશે થઇ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...