કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ:જામનગરમાં મુસ્લિમ યુવાનો ગણેશજીની સ્થાપના કરી આરતી ઉતારે છે, ગણેશજીની ભક્તિમાં સૌ કોઈ મગ્ન થઈ જાય છે

જામનગર20 દિવસ પહેલા
  • તિરંગાની થીમ પર ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી

જામનગર શહેર સહિત દેશભરમાં ગણેશોત્સવની ચાલી રહ્યો છે. જામનગર શહેરમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના શંકરટેકરીમાં આવેલા શાસ્ત્રીનગર પાસે સુભાષપરા 2 વિસ્તારમાં મુસ્લિમ યુવાનો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે ગણેશજીની આરતી હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે છે. તમામ સમાજના લોકો દ્વારા ગણેશજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને હિન્દુ મુસ્લિમ એકતાનો ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળે છે. દરરોજ હિન્દુ મુસ્લિમ ભાઈઓ પૂજા અર્ચના કરી આરતી કર્યા બાદ પ્રસાદીનું વિતરણ સાથે કરે છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રાજકીય આગેવાનો કોર્પોરેટરો અને વિસ્તારમાં રહેતા લોકો આરતીમાં ગણપતિજીની આરાધના કરે છે. ત્યારબાદ હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે શહેરમાં એક હિંદુ મુસ્લિમ ભાઈઓનું ઉત્તમ ઉદાહરણ અને એકતાનો સંદેશો જોવા મળે છે

ભક્તિમાં સૌ કોઈ મગ્ન
કોરોનાને લઈને બે વર્ષથી તહેવારોની ઉજવણી થઇ શકી ના હતી, પરંતુ આ વર્ષે નિયંત્રણો હળવા થતા તહેવારોની ઉજવણી થઇ રહી છે. એકદંતના આગમન સાથે જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મહોલ્લામાં રોશની અને શણગાર કરવામાં આવ્યો છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાપ્પાને વેલકમ કરવા જામનગર નગરની ધાર્મિક પ્રેમી લોકો ઓએ કોઈ કચાસ બાકી રાખી નથી. શહેરમાં અલગ અલગ થીમ સાથે ગણેશજી સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આ ગણેશોત્સવમાં હિંદુ મુસ્લિમ કોમી એકતાના દર્શન પણ થયા છે. શહેરમાં શંકર ટેકરી પાણીની ટાંકા પાસે સુભાષ પરા બે વિસ્તારમાં ગણેશજીની સ્થપના કરવામાં આવી છે અને હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો દ્વારા ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના એક સાથે મળીને કરવામાં આવી રહી છે.

કોમી ભાઈચારો
વર્ષોથી કોમી એકતા એકતાથી ઉજવણી આયોજકોએ જણાવ્યું હતું. જ્યારે કોઇપણ તહેવાર હોય બધા એક સાથે રહીએ છીએ અને એકસાથે તમામ તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરીએ છીએ. કોઈપણ ભેદભાવ રાખ્યા વગર હિન્દુ મુસ્લિમ સૌ કોઈ ગણેશજીની આરાધના કરવામાં મશગુલ દેખાય છે. કોમી ભાઈચારાની વચ્ચે ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...