કોંગ્રેસનું કમિશ્નરને આવેદન:જામનગર મહાનગરપાલિકામાં ટેન્ડરથી 40 ટકા નીચા ભાવે કામ આપી પાછળથી વધારાનો ખર્ચ મંજૂર

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાની કચેરીમાં દેખાવ કરી કોંગ્રેસનું કમિશ્નરને આવેદન
  • ભૂગર્ભ ગટર, સોલીડ વેસ્ટ સહિતની કામોની તપાસ કરો : હોબાળો

જામનગર મહાનગરપાલિકામાં ટેન્ડરથી 40 ટકા નીચા ભાવે કામ આપી પાછળથી વધારાનો ખર્ચ મંજૂર કરી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસ નગરસેવકો અને કાર્યકરોએ બુધવારે મનપાની કચેરીમાં દેખાવ કરી કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું. જેમાં ભૂગર્ભ ગટર, સોલીડ વેસ્ટ, વોટર વર્કસ, સીવીલ શાખાની કામન તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.

જામ્યુકોના કોંગી નગરસેવકો અને કાર્યકરોએ કમિશ્નરને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર હાલમાં સિમેન્ટની થેલીના રૂ.415, લોખંડનો ભાવ રૂ.80, જેસીબીનો પ્રતિ કલાકનો ભાવ રૂ.800 છે. આમ છતાં કોન્ટ્રાકટર એજન્સી દ્વારા 40 થી 50 ટકા નીચા ભાવે કામ આપી પાછળથી કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ મંજૂર કરાય છે. જેમાં અધિકારીઓની મિલીભગત કારણભૂત છે.

નીચા ભાવે કામ થતાં જુદી-જુદી શાખાની કામગીરી શંકાના દાયરામાં આવે છે. ભૂગર્ભ ગટરની કામગીરીમાં પાઇપ, ચેમ્બર કે મેનહોલ હોતા નથી. સોલીડ વેસ્ટમાં કેરણ નાખી વજન વધારી બીલ બનાવી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. વોટર વર્કસ શાખામાં ખાનગી રાહે પાણી ખાનગી કંપનીઓને મોકલવામાં આવી રહ્યાનો આક્ષેપ પણ કર્યો છે. આથી આ તમામ કામની તપાસ કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...