જામનગર મહાનગરપાલિકામાં તાજેતરમાં એએમસીની અન્યત્ર બદલી કરવામાં આવતાં તેઓને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું. ત્યારે તેમની જગ્યા ખાલી હોય જેને લઈ એએમસીના ચાર્જ માટે વિવાદ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જેથી મ્યુ.કમિશ્નરએ એએમસીનો ચાર્જ મામલતદારને સોંપી દીધો છે. જેથી વિવાદનો અંત આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના આસી. મ્યુનિ. કમિશ્નર ભાર્ગવ ડાંગરની અમરેલી બદલી થતાં તેમની ખાલી પડેલી જગ્યા પર કોઈ નિમણૂંક ન થતાં એએમસીનો વહીવટ અને ટેક્સનો ચાર્જ મેળવવા માટે મહાપાલિકાના બે અધિકારીઓ વચ્ચે ભારે હોડ જામી હતી. જેમાં રાજકીય આગેવાનોએ પણ રસ લઈ પોતાના માનીતાઓને ચાર્જ આપવા માટે તમામ દાવ અજમાવી લીધા હતા, પરંતુ મ્યુનિ. કમિશ્નર વિજય ખરાડીએ બુદ્ધિપૂર્વક તમામ અધિકારીઓના નામ પર ચોકડી લગાડી મધ્યાહન ભોજનના મામલતદાર પંડ્યાને એએમસીનો ચાર્જ આપી પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.