તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિષ્ઠાનો જંગ:જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 343 માંથી 176 ઉમેદવારી પત્ર અમાન્ય રહ્યા

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 16 વોર્ડની 64 બેઠક માટે 251 ફોર્મ માન્ય, મંગળવારે ફોર્મ પરત ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થશે, એક જ ઉમેદવારે એકથી વધુ ફોર્મ ભર્યા હોય તે ફોર્મ રદ્દ થવાનું મુખ્ય કારણ
 • વોર્ડ નં.9માં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં અન્યના નામનું મેન્ડેટ હોય રદ થતાં આ વોર્ડમાં કોંગી 2 બેઠક પર લડી શકશે

જામનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાના જંગ સમાન ચૂંટણીમાં સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે કુલ 343 માંથી 176 ઉમેદવારી પત્ર અમાન્ય રહ્યા છે. કુલ 16 વોર્ડની 64 બેઠક માટે 251 ફોર્મ માન્ય રહ્યા છે. મંગળવારે ફોર્મ પરત ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થશે. વોર્ડ નં.9 માં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં અન્યના નામનું મેન્ડેટ હોય રદ કરાયું હતું.

જામ્યુકોની ચૂંટણીમાં કુલ 64 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષ અને અપક્ષ મળી કુલ 343 ઉમેદવારોએ 427 ફોર્મ ભર્યા હતાં. મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારીઓ દ્વારા કરાવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન કુલ 427 માંથી 176 ફોર્મ અમાન્ય રહ્યા હતાં. જયારે 251 ફોર્મ માન્ય રહ્યા છે. વોર્ડ નં.9 માં કોંગ્રેસના ઉમેદવાર દેવેન શાહના ફોર્મમાં અન્યના નામનું મેન્ડેટ હોય રદ કરાયું છે.

આ વોર્ડમાં કોંગીના મહિલા ઉમેદવાર ફોર્મ ભરવામાં સમય ચૂકી જતાં સ્વીકારાયું ન હતું. આથી આ વોર્ડમાં કોંગીના બે ઉમેદવાર ચૂંટણી લડી શકશે. જે ફોર્મ રદ થયા તેમાં એક જ ઉમેદવારે એકથી વધુ ફોર્મ ભર્યા હોય તે કારણ મુખ્ય છે. મહાનગરપાલિકાના ચૂંટણીના જંગમાં મંગળવારે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે. આથી રાજકીય પક્ષે અપક્ષ ઉમેદવારોના ફોર્મ પરત ખેચાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

વોર્ડ નં.9 માં એક બેઠક બિનહરીફ થવાની શકયતા
શહેરના વોર્ડ નં.9 માં ઓબીસી મહિલા બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ સમયસર ન ભરાતા સ્વીકારાયું ન હતું. બીજી બાજુ આ બેઠક પર અન્ય પાર્ટીના મહિલા ઉમેદવારે ટેકેદારી પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આથી વોર્ડ નં.9 માં ઓબીસી મહિલા બેઠક ભાજપ માટે બીનહરીફ થશે તેવા સમીકરણો ઉભા થયા છે.

ભાજપ, કોંગ્રેસ, અન્ય પક્ષ, અપક્ષ સહિત 341 ફોર્મ ભરાયા
જામનગર મહાપાલિકાના 16 વોર્ડ ની 64 બેઠકની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમ્યાન ભાજપના 127, કોંગ્રેસના 77, બહુજન સમાજ પાર્ટીના 24, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના 13, આમ આદમી પાર્ટીના 65 અને 35 અપક્ષ ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા છે.

ચકાસણી બાદ જામ્યુકોની ચૂંટણીમાં 251 ફોર્મ માન્ય રહ્યા

વોર્ડફોર્મ ભરાયાઉમેદવારઅમાન્યમાન્ય
143352221
227211116
320161010
433251617
526181214
62925920
730211317
830231218
923151013
1027241017
1128221117
1223191013
131815612
142420915
152625818
162019713
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો