જામનગરમા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ 79 (દક્ષિણ) વિધાનસભામાં આવતી તમામ આંગણવાડીના 251 કુપોષીત બાળકોને સુપોષણ તરફ લઇ જવા માટે એક વર્ષ માટે દત્તક લેવાનો નિર્ણય કર્યો છે.જી.જી.હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે આ બાળકોને ચકાસી તેમની સારવાર શરૂ કરી જરૂરી દવા શરૂ કરાવી છે જે તમામ બાળકોનો ખર્ચ ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યો હતો. તેમજ 251 બાળકોને ડોકટરની સુચના મુજબ પોપણયુક્ત બનાવવા માટેના ખોરાકની ચિંતા પણ દિવ્યેશભાઈએ કરી છે. ધારાસભ્ય બન્યાના પ્રથમ મહિનો પૂર્ણ નથી થયોને સેવાનો પ્રકલ્પ તેમણે પોતાના શીરે લઇ 251 કુપોષીત બાળકોને 1 વર્ષ માટે દત્તક લેવાનું જાહેર કર્યું છે. જે ખૂબ જ સરાહનિય દિશા દર્શન આપતુ પગલું કહી શકાય.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સેવા યજ્ઞમાં નાની આહુતિ આપવાના નિર્ધાર સાથે યુવા ધારાસભ્ય દિવ્યેશ અક્બરીએ તા.14-01 2023 ના રોજ પોતાના જન્મ દિવસ હોય પોતાના જ રહેણાંક વિસ્તારના સંગઠનના કાર્યકર મિત્રો, વેપારી મિત્રો અને વોર્ડ નં.8 ના આગેવાનો તેમજ રણજીતનગર વેપારી મંડળના સહયોગથી “રક્તદાન” કેમ્પનું આયોજન કર્યું છે. લેઉઆ પટેલ સમાજ રણજીતનગર ખાતે તા.14 જાન્યુઆરી ઉત્તરાયણના રોજ સવારે 9.00 કલાકે આયોજિત રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.