વાવેતર:જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ.4100 થી વધુ બોલાયા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સિઝન પૂર્ણ થતા જણસની આવક ઘટીને 39,294 મણે પહોંચી ગઇ
  • હાપા યાર્ડમાં માત્ર એક દિવસમાં 10,276 મણ ચણા ઠલવાયા

જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ.4100 થી વધુ બોલાયા હતાં. એક દિવસમાં 10276 મણ ચણા ઠલવાયા હતાં. જો કે, કુલ જણસની આવક ઘટીને 39294 મણે પહોંચી હતી.

જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે ઘઉંની 4027, મેથીની 1901, ચણાની 10276, મગફળીની 1314, અરેંડાની 3966, રાયડાની 3124, લસણની 2090, કપાસની 621, જીરૂની 726, અજમાની 4593, અજમાની ભુસીની 2865, ધાણા-ધાણીની 3075, સૂકા મરચાની 116, વટાણાની 66, કલોંજીની 393 મણ આવક થઇ હતી.

જયારે મગની 14, અડદની 4, તુવેરની 18, વાલની ફકત 25 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો ઘઉંના 400-564, મગના રૂ.1100-1335, અડદના રૂ.600-650, તુવેરના રૂ.800-890, વાલના રૂ.850-1680, મેથીના રૂ.900-1180, ચણાના રૂ.800-999, મગફળીના રૂ.1000-1260, અરેંડાના રૂ.1301-1397, રાયડાના રૂ.1100-1285, લસણના રૂ.110-635, કપાસના રૂ.1800-2450, જીરૂના રૂ.2500-4145, અજમાના રૂ.1420-3000, ધાણાના રૂ.2000-2320, સૂકા મરચાના રૂ.305-2500, વટાણાના રૂ.740-1100, કલોંજીના રૂ.2300-2840, બાજરીના રૂ.370-455 બોલાયા હતાં. સિઝન પૂર્ણ થતી જણસની આવકમાં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...