કૃષિ:જામનગર માર્કેટ યાર્ડમાં મગફળીની 14875, તલની 13300 મણ આવક

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડમાં 639 ખેડૂત આવતા જણસોની 19,156 ગુણી ઠલવાઇ

જામનગર યાર્ડમાં ગુરૂવારે જણસોની આવકમાં નોંધપાત્ર ધટાડો નોંધાયો હતો. પરંતુ શુક્રવારે જણસોની આવક પુન: વધી હતી. એક જ દિવસમાં 639 ખેડૂત આવતા જુદી-જુદી જણસોની 52719 મણ આવક થઇ હતી. જેમાં મગફળીની 14875 અને તલની 13300 મણ આવક થતાં કુલ આવકના 50 ટકા રહી હતી. જયારે બાજરીની 1044, ધઉંની 7628, અડદની 1929, અરેંડાની 3367, રાયડાની 996, કપાસની 822, અજમાની 2904, ધાણાની 4967 મણ આવક થઇ હતી.

હરાજીમાં 20 કીલો અજમાનો સૌથી વધુ રૂ.1850 થી 3400 ભાવ બોલાયો હતો. જયારે અડદના રૂ.1000 થી 1345, તુવેરના રૂ.1000 થી 1180, ચોળીના રૂ.1000થી 1210, મગફળીના રૂ.1000 થી 1225, તલના રૂ.1470 થી 1574, રાયડાના રૂ.1025 થી 1270, ધાણાના રૂ.1055 થી 1230 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...