છેતરપિંડી:જામનગરમાં એરપોર્ટના કોન્ટ્રાક્ટમાં કાર રાખવાના બહાને અનેક લોકોની ગાડીઓ વેચાઈ ગઈ..!

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોરબંદર અને રાજકોટના 3 શખસોએ કાવતરુ રચી અનેક લોકોની ગાડીઓ ગિરવે મૂકી અથવા તો વેચી મારી

જામનગર-ખંભાળિયા સહિત અનેક શહેરોમાં લોકોને કોન્ટ્રાકટરમાં ગાડી રખાવાના બહાને તેમની કાર લઇ તેને વેચી નાખી અથવા ગિરવે મૂકી દેનાર ત્રિપુટીનો પર્દાફાસ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ પ્રકરણમાં પોલીસે 10 જેટલા વાહનો કબજે કર્યા છે. આ કૌભાંડ કરોડોનું હોવાનું જાણવા મળે છે. જામનગર અને ખંભાળિયામાં રહેતા લોકો પાસેથી રાજકોટની એક ત્રિપૂટીએ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ટ્રાવેલ્સની ઓફિસ ખોલીને એરપોર્ટ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ગાડી ભાડે રાખવાની લલચામણી ઓફર આપી હતી. જેમાં 10 જેટલા લોકો હાલ ફસાઈ ચૂક્યા છે.

આ લોકો પાસેથી ફોર વ્હીલર ગાડીઓ લઈ તેને મહિને ભાડુ આપી આ ગાડીઓ ગિરવે મૂકી દેવામાં આવતી અથવા તો વેચી દેવામાં આવતી હતી. સિટી-સી પોલીસે રડાર રોડ પર રહેતા નિર્મલ માલદેભાઇ ચાવડા નામના શખસની ફરિયાદ પરથી પોરબંદરના આવેશ ઈકબાલ આરંભડા, રાજકોટના મહંમદહુસેન ઉર્ફે સમીર અકબર ખોળ અને સરફરાજ ઉર્ફે રાજ હૈદરઅલી ખોળ નામના ત્રણ શખસો સામે છેતરપીંડી, વિશ્વાસઘાત અને કાવતરાની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આવા તો છેતરપિંડીનો અનેક લોકો ભોગ બન્યા છે. અમુક લોકોએ તો નવી ગાડીઓ લાલચમાં છોડાવીને કોન્ટ્રાક્ટમાં મુકી હતી. પોલીસ ત્રણેય શખસો પાસે પહોંચી ગઈ છે અને આધારભૂત સૂત્રો જણાવે છે કે, પોલીસે હાલ 10 જેટલી ગાડીઓ કબજે કરી છે અને 75 લાખ જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

છેતરપિંડી કેવી રીતે થતી હતી
કારમાલિક પાસે 1 કે 2 વર્ષ જુની કાર માંગવામાં આવતી અથવા તો નવી કાર તે કાર એરપોર્ટના કોન્ટ્રાક્ટમાં રાખવાની છે તેમ કહીને તમારા કાગળીઓ સ્કેન કરાવવા પડશે. તેમ જણાવી ગાડીના ઓરીજીનલ કાગળીઓ અને આરસી બુક લઈ લેવામાં આવતી હતી. જેના આધારે તે ગાડીને કાં તો વેચી મારવામાં આવતી અથવા તો ગિરવે મૂકી દેવામાં આવતી હતી. જેની માલિકને ખબર પણ ન પડતી.

અનેક લોકો છેતરાયેલા હોય હશે: પીઆઈ
જામનગર શહેર, બેડ, ખંભાળિયા સહિત અનેક ગામોના લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે. ટૂંક સમયમાં જ આખા પ્રકરણ પરથી પરદો ઉંચકાઈ જશે. > કે.એલ. ગાધે, પોલીસ ઈન્સ્પેક્ટર, સિટી-સી ડિવિઝન, જામનગર.

અન્ય સમાચારો પણ છે...