ક્રેડિટ આઉટરિચ પ્રોગ્રામ:જામનગરમાં સાંસદના હસ્તે 1482 લાભાર્થીઓને 19.42 કરોડની લોન સહાય ચૂકવાઈ

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની સુલભ વ્યવસ્થાના કારણે આજે લોકોએ બેન્ક પર જવાના બદલે બેન્કો લોકો સુધી પહોંચી છે - સાંસદ પૂનમબેન માડમ

જામનગર મા લીડ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા, જામનગર દ્વારા નાણાકીય સેવા વિભાગ, વિત્ત મંત્રાલય, ભારત સરકાર દ્રારા પ્રેરિત 'આઝIદી કા અમૃત મહોત્સવ” પ્રસંગે આઇકોનિક સપ્તાહની ઉજવણી અંતર્ગત સરકારી યોજનાકીય લાભ અંગે શહેરના ટાઉનહોલ ખાતે ક્રેડિટ આઉટરિચ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.

વિવિધ યોજનાઓમાં DBT પદ્ધતિથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો-સાંસદઆ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે સરકારના હકારાત્મક અભિગમથી દેશમાં આર્થિક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પહેલા લોકોએ બૅન્કો સુધી જવું પડતું જયારે આજે બૅન્કો લોકોના ઘરે જાય છે. આ સરકાર લોકોની સેવક છે અને સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ એ સરકારની નીતિ છે.વિવિધ યોજનાઓમાં DBT પદ્ધતિથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે. તેમણે આગળ જણાવ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રના લીધે કોરોના જેવી બીમારીમાં પણ આપણા દેશને ઓછી આર્થિક અસર થઈ છે. સરકારે કોરોના દરમીયાન વિશ્વમાં સૌથી વધારે લોકોને રસી આપી અને બીજા દેશોને પણ રસી પૂરી પાડી 'વસુધૈવ કુટુમ્બકમ' ની ભાવના સાર્થક કરી છે. તેમણે આ ક્રેડિટ આઉટ રીચ કાર્યક્રમ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

સૌરાષ્ટ્ર ગ્રામીણ બૅન્કના રીજઓનલ મેનેજર અતુલભાઈ મહેતાએ બધી બૅન્કોની યોજનાઓના હેતુ વિષે સમજાવતા જણાવ્યું હતું કે આપણે જનધન ખાતાઓ દ્રારા રૂપિયા 177.48 કરોડનું જંગી ભંડોળ એકઠું કરેલ છે. મુદ્રા લોન દ્વારા જામનગર જિલ્લામાં રૂપિયા 101.12 કરોડનું ડિસબર્સમેન્ટ થયેલ છે. કાર્યક્રમમાં 1482 લાભાર્થીઓને 19.42 કરોડથી વધુના લોન સહાયના ચેકો તથા પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

કલેકટરે બેંકોની કામગીરીની સમીક્ષા કરીજિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારઘીએ બૅન્કોને દરેક યોજનાના લાભો મહત્તમ નાગરિકો સુધી પહોંચતા કરવા સૂચન કર્યું હતું. તેમણે જામનગર જિલ્લાની બૅન્કોની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સામાજિક સુરક્ષાની યોજનાઓ જેવી કે અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ગરીબ પરિવારોને સામાજિક સુરક્ષા પુરી પાડે છે. કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારઘી, જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, જિલ્લાની અગ્રણી બૅન્કોના રીજઓનલ મેનેજરો તથા બૅન્ક કર્મચારીઑ હાજર રહ્યા હતા. લીડ બૅન્ક મેનેજર દિક્ષિત ભટ્ટે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે આરસેટી નિયામક યોગેશભાઈએ બધાનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...