દિવાળીની ઉજવણી:જામનગરમાં સ્વામિનારાયણ મંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું, લાખોટા તળાવમાં આતશબાજીનો અદભૂત નજારો જોવા મળ્યો

જામનગરએક મહિનો પહેલા
  • દિવાળી પર્વે સ્વામિનારાયણ મંદિર હરિભક્તોએ દર્શન કરી ભાવિકો ભાવવિભોર બન્યા
  • લાખોટા તળાવ ખાતે લાઇટિંગ ડેકોરેશનથી સજ્જ અને શહેરમા આતશબાજીથી દિવાળીની ઉજવણી

જામનગરમાં દિવાળી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં દિવડા પ્રગટાવવામાં આવ્યાં છે. તેમજ આકર્ષક રંગોળી કરવામાં આવી હતી.

આ ઉપરાંત જામનગરમાં દિવાળી પર્વ નિમિત્તે શહેરના રણમલ તળાવને લાઈટ રોશનીથી શણગારવામાં આવ્યું હતું. દિવાળી પર્વમાં રાત્રીના સમયમાં એક અલગ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો.

શહેરમાં દિવાળી પર્વને લઈ લાખોટા તળાવ પાછળ આતશબાજીના અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. જામનગર શહેરના લોકોએ ઉલ્લાસભેર દિવાળી પર્વની ફટાકડા ફોડી અને આતશબાજી કરી ઉત્સાહભેર દિવાળી મનાવી હતી. લાખોટા તળાવ ખાતે લાઇટિંગ ડેકોરેશનથી સજ્જ અને આતશબાજીથી અદભૂત નજારો જોવા મળ્યો હતો.

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે પોતાના પરિવાર સાથે જામનગર શહેર અને ધ્રોલમાં તેના નિવાસ સ્થાન ખાતે દિવાળી મનાવી હતી. મત્રીએ ગ્રામ્ય વિસ્તારના કાર્યકરોને સાથે રાખી દિવાળી પર્વની ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

જ્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વૃદ્ધા આશ્રમમાં દિવાળીની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...