તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:જામનગરમાં કોરોના 1 હજારના આંક ભણી

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2685 હોમ ક્વોરન્ટાઈન, વધુ 38 કેસ

શહેરમાં કોરોનાની કૂચ અવિરત ચાલુ છે. બુધવારના વધુ 38 કેસો શહેરમાં નોંધાયા છે. જ્યારે રાહતની વાત એ છે કે, એક પણ મોત નોંધાયું નથી. શહેર-જિલ્લો ધીમે ધીમે એક હજારના આંકડાને પાર કરવા તરફ વધી રહ્યો છે. જામનગર શહેરમાં બુધવારના કોરોનાના વિવિધ વિસ્તારોમાં 38 પોઝિટિવ કેસો સામે આવ્યા છે જે તમામને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજના 38 કેસોથી અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો 912 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી 61 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આજના દિવસમાં એકપણ મોત ન નિપજતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આગામી એક-બે દિવસમાં કેસોનો આંકડો હજારને પાર કરી જાય તેવી શક્યતા છે. તંત્ર દ્વારા પણ લોકલ સંક્રમણ વધી રહ્યું હોય, લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે, 2685 લોકો હોમ કવોરન્ટાઇન છે જયારે 521 ઘરો કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવી ચુકયા છે.

અન્ય સમાચારો પણ છે...