જામનગરમાં શ્રી ખોડલધામ પરિવારના સહયોગથી શ્રી ખોડલધામ જિલ્લા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિવસ -2023 ની ઉજવણીના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી છે જેમાં મા ખોડલ ના ભવ્ય અને દિવ્ય લાપસી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અનાર પટેલ ખાસ સૌપ્રથમ વખત જામનગરમાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ સંચાલીસ સેટેલાઈટ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. કઈ-કઈ માં ખોડલ ની 11 પ્રકારની લાપસી મનોરથ યોજવામાં આવ્યું હતું. જેમાં લાપસી,ગોળ લાપસી,ફાડા લાપસી, ખાંડવાળી લાપસી,ગ્રીન લાપસી,યલો લાપસી,પિંક લાપસી, ફાડા રેડ લાપસી, ફાડા ગ્રીન લાપસી, મરૂન લાપસી, પિંક ફાડા લાપસી. આ કાર્યક્રમમાં મા ખોડલ ની ત્રિશોપચાર મહાપુજા તથા માતાજીને 11 પ્રકારની લાપસી નું નૈવેદ ધરાવવામાં આવ્યા હતા ત્યારબાદ અલગ અલગ ક્ષેત્રમાં સફળ મહિલાઓનો સન્માન સમારો યોજવામાં આવ્યો હતો તેમ જ ડાયરો તથા રાસ ગરબા નું પણ આયોજન ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે માં ખોડલનો અલૌકિક લાપસી મનોરથમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના ધર્મપત્ની કાંન્તા તાબેન મુંગરા, ગુજરાત પ્રદેશ કન્વીનર આશાબેન પટેલ સમાધાન પંચ ના સભ્યો મંજુલાબેન હિરપરા, ભારતીબેન ઘાડિયા, મંજુલાબેન ચોવટીયા, ઇન્દુબેન ગોંડલીયા તથા જિલ્લા મહિલા સમિતિ સહિતના બહોળી સંખ્યા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.