સદનસીબે જાનહાનિ ટળી:જામનગરમાં ચાલકે કાબુ ગુમાવતા જીપ બેકાબુ બની માર્ગ પર પાર્ક કરેલા 6થી વધુ વાહનને હડફેટે લીધા

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાઉનહોલ વિસ્તારમાં બનેલી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

જામનગરના ટાઉનહોલ સર્કલ પર પૂરઝડપે જઈ રહેલી જીપે માર્ગ પર પાર્ક કરેલા 6 થી વધુ વાહનને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

જામનગરમાં ટ્રાફીકથી ધમધમતા ટાઉનહોલ સર્કલમાં સીટી પોઇન્ટ પાસે શુક્રવારે સવારે જીપ ચાલકે વળાંક લેતી વખતે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આથી જીપ બેકાબુ બની હતી અને સીટી પોઇન્ટ કોમ્પલેકસ પાસે માર્ગ પર પાર્ક કરેલા છ થી વધુ વાહનને હડફેટે લીધા હતાં.

આ બનાવના કારણે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી ગઇ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 6 જેટલી બાઈકમાં ભારે નુકસાન આ અકસ્માતની ઘટના દરમિયાન સદનસીબે ત્યા કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. જો કે, 6 જેટલી બાઈકનું કચ્ચણઘાણ વળી જતા નુકસાન પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...