તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગમાં ભંગ:જામનગર-જામજોધપુરમાં જુગાર રમતી 2 મહિલા સહિત 10 ઝડપાયા, તીવ્ર ઠંડી વચ્ચે જુદા-જુદા ત્રણ સ્થળે જામેલા જુગાર પર પોલીસ ત્રાટકી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોકડ રકમ સહિત રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબજે કરાયો, 5 ફરાર થયા

જામનગરના ચેલા અને જામજોધપુરના અમરાપરમાં પોલીસે જુદા જુદા દરોડામાં જુગાર રમતી બે મહિલા સહિત દશ શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહિત રૂ.35 હજારની મતા કબજે કરી હતી.જયારે પાંચ શખ્સો નાશી છુટયાનુ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.જામનગરના ગ્રામ્ય પંથકમાં પંચ બી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસ ટુકડીએ ચેલા ગામે અમુક શખ્સ એકત્ર થઇ જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જેથી તુરંત પોલીસ ટુકડી ધસી જતા મહિલા સહિત ચાર જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે પ્રવિણસિંહ ઉર્ફે પવલો મનુભા જાડેજા, લક્ષ્મીદાસ જેન્તીલાલ ખાખરીયા, પરેશ વસંતભાઇ ઠકકર અને કિંજલબેન મનુભાઇ માલદેને પકડી પાડી રૂ.19,310ની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે જામનગરના દિગ્વિજય પ્લોટ-49માં કામળીયા વાસ પાસે પોલીસે જુગાર રમતા જયદિપસિંહ ચતુરસિંહ ચૌહાણ અને રમેશ મનજીભાઇ ચૌહાણને પકડી પાડી રૂ.10,860નો મુદામાલ કબજે કર્યો હતો.જયારે પોલીસના દરોડા દરમિયાન જુવાનસિંહ નવુભા,અમીત ભણસાણી,સતીયો રાવલ અને રામુબા નવુભા અને ધનજી ભાનુશાળી નાશી છુટયાનુ ખુલ્યુ હોવાથી પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે. જામજોધપુરના અમરાપર ગામેથી પોલીસે દેવશી રામભાઇ ઓડેદરા, રામા અરજણભાઇ ઓડેદરા, મુરૂ અરજણભાઇ ઓડેદરા અને માલીબેન ઉર્ફે માધુબેન રામાભાઇ ઓડેદરાને જુગાર રમતા પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો