તપશ્ચર્યા:જામનગરમાં જૈન તપસ્વીઓએ સમૂહ પારણાં કર્યા, રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનકવાસી જૈન સંઘનો સવારે અને દેરાવાસી તપસ્વીઓનો વરઘોડો બપોરે નીકળ્યો

જામનગરમાં બુધવારે જૈન સમાજના સંવત્સરી પર્વ સાથે પર્યુષણની પૂર્ણાહુતિ થઇ હતી. પર્યુષણ પર્વમાં અઠ્ઠાઇ, માસક્ષમણ સહિતની તપશ્ચર્યા કરનાર જૈન તપસ્વીઓએ ગુરૂવારે સામૂહિક પારણાં કર્યા હતાં. શહેરના રાજમાર્ગો પરથી તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

જામનગરમાં ગુરૂવારે સવારે સ્થાનકવાસી જૈન સંઘ ચાંદીબજાર દ્વારા તપસ્વીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને પારણા કરવામાં આવ્યા હતાં. ચાંદીબજારમાં આવેલા શેઠજી દેરાસરમાં સમૂહ પારણા યોજાયા હતાં. આ સમૂહ પારણા તેમજ વરઘોડાનું સંચાલન દિપકભાઈ શાહ, અજયભાઈ શેઠ, મયુરભાઈ શાહ, યોગીભાઈ વારીયા, સુબોધભાઈ વારી તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

સમૂહ પારણા તેમજ વરઘોડાનો લાભ ધીરજબેન દિલીપભાઈ વારીયા પારિવારે લીધો હતો. દેરાવાસી જૈન સંઘના તપસ્વીઓના પારણાં નાગનાથ ગેઇટ અમૃતવાડીમાં કર્યા હતાં. તપસ્વીઓનો વરઘોડો ગુરૂવારે બપોર બાદ નીકળ્યો હતો. શહેરના માર્ગો પરથી નીકળેલા તપસ્વીઓના વરઘોડને નીહાળવા ઠેર-ઠેર શહેરીજનો ઉમટી પડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...