કિન્નરોના ગરબા:જામનગરમાં આઠમાં નોરતે રંગ જામ્યો, કિન્નરો પણ ગરબે ઘૂમ્યા

જામનગર2 દિવસ પહેલા
  • કિન્નરોએ નવચંડી યજ્ઞ પહેલા નવરાત્રિના સાતમા નોરતે રાસની રમઝટ બોલાવી હતી

જામનગર શહેરમાં આઠમાં નોરતે ગરબાનો રંગ જામ્યો હતો. સનાતન ધર્મ માનવસેવા કિન્નર સંપ્રદાય નવાનગર તેમજ જામનગર જિલ્લાના રહેવાસીઓ પવનચક્કી પાવૈયા મઢ દ્વારા નવરાત્રી પર્વ નિમિતે રસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કિન્નરો દ્વારા રાસ ગરબા રમ્યા હતા.

આઠમના રોજ નવચંડી યજ્ઞ અને બાળાઓનું સમૂહભોજન રાખવામાં આવ્યું છે. ત્યારે સાતમા નોરતે કિન્નરો દ્વારા રાસ ગરબા રમ્યા હતા. જ્યારે કિન્નરો દ્વારા આઠમના નવચંડી યજ્ઞ પહેલા નવરાત્રિના સાતમા નોરતે રાસની રમઝટ બોલાવી હાતી.

જામનગર મહાનગરપાલિકા સામેના વિસ્તારમાં ભીડ ભજન મહાદેવ મંદિરમાં 46 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાની નાની બાળાઓ માતાજીના ગરબે રમે છે. જેમાં પ્રાચીન રાસ જ માતાજીના રમવામાં આવે છે. જ્યારે 5 વર્ષથી 12 વર્ષ સુધીની બાળાઓ લીલેશ્વર કુવારીકા ગરબી મંડળમાં માતાજીના ગરબા રમી માતાજીની આરાધના કરે છે.

અન્ય સમાચારો પણ છે...