તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • In Jamnagar, If A Neighbor Did Not Get An Ambulance To Go To The Hospital, A Man Turned His Car Worth Millions Of Rupees Into An Ambulance.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાતારી:જામનગરમાં પાડોશીને હોસ્પિટલ જવા એમ્બ્યુલન્સ ના મળી તો એક વ્યકિતએ પોતાની 'લેન્ડ રોવર' કારને જ એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી

જામનગર13 દિવસ પહેલા
 • કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને લાવવા માટે 'લેન્ડ રોવર' કાર આપી દીધી
 • કાર દર્દીઓના ઉપયોગ માટે આપી સેવાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું

જામનગરમાં એક સેવાભાવીએ પોતાની લાખો રૂપિયાની 'લેન્ડ રોવર' કાર દર્દીઓના ઉપયોગ માટે આપી સેવાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. જામનગરના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં આ સેવાભાવી દ્વારા હાલ પોતાની લાખો રૂપિયાની કાર સેવાઅર્થે આપી છે.

લેન્ડ રોવર એમ્બ્યુલસ ઓક્સિજન સહિતની વ્યવસ્થા
લેન્ડ રોવર એમ્બ્યુલસ ઓક્સિજન સહિતની વ્યવસ્થા

જ્યારે હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે કેર સારવાર દરમિયાન મૃત્યુ થતાં લોકોને એમ્બ્યુલન્સ મળવી ખૂબ જ મુશ્કેલ છે અને એમ્બ્યુલન્સના ભાવમાં પણ મન ફાવે તેમ લઈ રહ્યા છે ત્યારે ઘરનું ઘર ચલાવતા ભરતભાઇ નરસિંહભાઈ કણસાગરા એ પોતાની લેન્ડ રોવર લક્ઝરી કાર કોરોના દર્દીઓ માટે એમ્બુલન્સ તરીકે સેવા આપી છે.

જે લેન્ડ રોવર ગાડી આપી એમ્બ્યુલસ માટે એ ભરતભાઈ કણસાગરા
જે લેન્ડ રોવર ગાડી આપી એમ્બ્યુલસ માટે એ ભરતભાઈ કણસાગરા

જે શહેરના નાગનાથ ગેટ પાસે આવેલા ગોમતીપુર વિસ્તારમાં રહેતા ભરતભાઈ કણસાગરાને તેમના સંબંધી રાજુભાઈને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઘણા સમય સુધી આવી ન હતી. જેથી તેને એમ્બુલન્સની વ્યવસ્થા નહી થતા કફોડી હાલત હતી, એ જોતા ભરતભાઈને વિચાર આવ્યો અને પોતાની લેન્ડ રોવર લક્ઝરી ગાડી ખોજા નાકા પાસે ચાલતા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સેવા અર્થે આપવાનો નિર્ણય કર્યો હતો.

જેથી દર્દીઓને સારવાર માટે એમ્બ્યુલન્સની રાહ જોવી પડે અને તાત્કાલિક સારવાર મળે તેવા સેવાના હેતુથી ભરતભાઈ પોતાની લક્ઝરી લેન્ડ રોવર કાર એમ્બ્યુલન્સમાં ફેરવી દર્દીઓની સેવા માટે આપી છે.જ્યારે ગેરેજ ચલાવતા ભરતભાઈની આવી સેવા જોઈને ઘણા લોકો આગળ આવે અને દર્દીઓને સારવાર કે સેવા કરી શકે તેવું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જામનગરમાં વોર્ડ નંબર ૧૨માં ખોજા નાકા વિસ્તારમાં શાળા નં 26 માં 50 બેડની કોવીડ હોસ્પિટલ શરુ કરી છે. જયારે આ રાજકીય નેતાના આ કાર્યને ચોતરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે અને આ સેવાકાર્યને તમામ નાગરિકોએ બિરદાવ્યું છે. ત્યારે આ સેવામાં સહાયરૂપ થવા ભરતભાઈ પ્રજાપતિ અને મુન્નાભાઈ ગેરેજ વાળાએ દર્દીઓને હોસ્પિટલમાં મુકવા માટે પોતાની મોંઘેરી કાર એમ્બ્યુલસ તરીકે ફ્રી સેવા માટે આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો