તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાલનું અલ્ટીમેટમ:જામનગરમાં સરકારી લેબ ટેકનિશિયનોને કાયમી ન કરાતા હડતાલની ચિમકી આપી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડીકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવી રોષ વ્યકત કરી અલ્ટીમેટમ આપ્યું

જામનગરમાં મેડિકલ કોલેજના લેબ ટેકિનશિયનોએ કાયમી કરવા મુદ્દે ડીનને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં સરકારી હોસ્પિટલમાં લેબ. ટેકિનશ્યન અને લેબ.આસિ. તરીકે ફરજ બજાવનાર કર્મચારીને ફિક્સ પગારનો સમયગાળો પૂરો થવા છતાં કાયમી કરવામાં નહીં આવતા 10 દિવસ બાદ સામૂહિક હડતાલનું અલ્ટીમેટમ આપ્યું છે.

રાજય સરકાર દ્વારા લેબ ટેકિનશ્યન અને લેબ આસીસ્ટન્ટ (વર્ગ-૩) ની ભરતી કરવામાં આવી હતી.વર્ષ-2013માં 5 વર્ષના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવી હતી. જેનો સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં નિયમિત પગારના અને કાયમીના હુકમ હજુ સુધી કરવામાં આવ્યા નથી. જ્યારે આ સાથે જ એક્સ-રે ટેકિનશ્યન અને ફાર્મસીસ્ટની ભરતીમાં નિમણૂક થયેલા કર્મચારીઓને કાયમીના હુકમ આપી દેવામાં આવ્યા છે.

આ મુદ્દે જામનગરમાં લેબ ટેકિનશ્યન અને લેબ આસીસ્ટન્ટોએ શનિવારે મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જો 10 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તા.17 મેથી સામૂહિક હડતાલ ઉપર જવાની ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...