તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:જામનગરમાં મોંઘવારી મુદ્દે સતત ચોથા દિવસે મહિલા કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર ચાલતા ચાલતા મંજીરા ઝાલર અને વાજિંત્ર સાથે વિરોધ પ્રદર્શન કર્યું

જામનગરમાં મોંઘવારીના મુદ્દે શહેરમાં કોંગ્રેસ દ્વારા જુદા-જુદા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ત્યારે મોંઘવારીથી પીડાય રહેલી પ્રજાને વાચા આપવા માટેના પ્રયાસો કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આજે સતત ચોથા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું.

મહિલા કોંગ્રેસ તેમજ કાર્યકરોએ દરરોજ અલગ-અલગ પ્રકાર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા જનતા ફાટક રણજીત નગર વિસ્તારોમાં હાથમાં બેનરો પોસ્ટરો લઈને ફર્યા અને ફરતા-ફરતા રામધૂન બોલાવી ભજન કર્યા હતા તેની સાથે મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો.

જુદા જુદા સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે મહિલા કાર્યકરો જોડાયા હતા. આ ઉપરાંત શહેર કોંગ્રેસ મહિલા આગેવાનો મંજીરા સહિતના વાજિંત્રો સાથે રામધુન પણ કરી હતી. ત્યારે આજરોજ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...