તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપંચપતી સાથે ફડાકા વારી:જામનગરમાં શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ જાડેજાએ સરપંચપતી નો કોલર પકડી ઝાપટો મારી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત ના પ્રમુખ,સિંચાઈ સમીતી ના ચેરમેન, અને ભાજપ તાલુકાના હોદ્દેદારો પણ હાજર હતા

જામનગરમાં જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા પંચાયત પ્રમુખની ઓફિસમાં મારામારીના દ્રશ્યો થયા હતા. જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા ઓફિસમાં ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામના સરપંચપતી વિપુલભાઈ કગથરા વિકાસના કામની રજૂઆત કરવા આવ્યા હતા. જે દરમિયાન જિલ્લા પંચાયતના સભ્ય અને પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન લગ્ધીરસિંહ જાડેજાએ ખેંગારકા ગામના સરપંચપતીને ફડાકા વારી કરી હતી.

ખારવા જીલ્લા પંચાયત બેઠકના જિલ્લા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન લગ્ધીરસિંહ સિંહ જાડેજાને પ્રમુખ ધરમશીભાઈ ચણીયારાએ લગ્ધીરસિંહ જાડેજાને પોતાના જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામના વિકાસના કામ માટે આવેલા ધ્રોલના ખેંગારકા ગામના સરપંચપતી વિપુલભાઈ રજૂઆત કરી હતી. તે દરમિયાન જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન લગ્ધીરસિંહ જાડેજા ઉગ્ર થયા હતા. ખેંગારકા ગામના સરપંચને ફડાકા વારી કરી હતી અને ગાળો ભાંડી હતી. બાદમાં કહ્યું કે હાલ જાવા દે આજ પછી જિલ્લા પંચાયતમાં પગ ના મુકતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જિલ્લા પંચાયતની પ્રમુખની ઓફિસમાં અફરાતફરી અને સોપો બોલી ગયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ચેમ્બર છોડીને જતા રહ્યા હતા. ધ્રોલ તાલુકાના ખેંગારપર ગામના સરપંચપતી સાથે વાતચીત થતાં જણાવ્યું હતું કે હું ગામના વિકાસના કામ અર્થે ગયો હતો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખે લગત ખારવા સીટના સભ્ય લગધીરસિંહ જાડેજાને ખેંગારકા ગામમાં વિકાસના કાર્યો માટે કોઝવેનું પુલનું કામ અર્થે રજૂઆત કરી હતી તે દરમિયાન લગ્ધીરસિંહ જાડેજાએ સરપંચપતીનો કોલર પકડી ફડાકા વાળી કરી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી તેવું ખેંગારકા ગામના સરપંચપતી વિપુલભાઈ જણાવ્યું હતું.

ભાજપના સત્તાધીશો સત્તાના નશામા જિલ્લા પંચાયત જામનગરમા પ્રમુખની ચેમ્બરમા ધ્રોલ તાલુકાના ખેનગારકા ગામના સરપંચપતી પોતાના ગામના વિકાસના કામ માટે આવેલ ત્યારે ત્યા ઉપસ્થિત શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા ફડાકા વારી કરીને સરપંચપતીને મા બેન સામી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પ્રમુખની હાજરીમા બનાવ બન્યો છે.

ઘટનામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લગ્ધીરસિંહ જાડેજાએ કહ્યું હતું કે ખેંગારકા ગામમાં ઉપસરપંચ અને આગેવાનો દ્વારા કોઝવે નબળું કામ થતું હતું તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેથી વિપુલભાઈ કરીને આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ ની ઓફિસમાં આવ્યા ત્યાર બાદ જિલ્લા પંચાયત પ્રમુખ એ મને બોલાવ્યા અને મારી સાથે ગાળાગાળી જેવું વર્તન કર્યું હતું. અને મેં માર મારવાની કે ગાળો આપવાની વાત તદ્દન ખોટી છે અને અફવા ફેલાવી છે અને મને બદનામ કરવાનું કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...