દરોડા:જામનગર-દ્વારકા પંથકમાં જુગટુ રમતા 17 ખેલંદા પકડાયા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર, લાલપુર, દ્વારકા અને આરંભડા સીમમાં દરોડા

જામનગરમાં ટીબી હોસ્પિટલ પાછળ પટેલ વાડી શેરી નં. 7માંથી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા આશિષ દિલીપભાઈ ચાંદેગરા, અલીભાઈ મુસાભાઈ મનોરીયા, વાસુદેવ કરમચંદ ભારવાણી અને ગંગારામ રિજુમલ તન્ના ની અટકાયત કરી લઇ, તેઓ પાસેથી રૂપિયા 12,100 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી લીધું છે.

જુગાર અંગે નો બીજો દરોડો લાલપુરમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા જયસુખ પાલાભાઈ ચારણ, નિલેશ કારાભાઇ રાઠોડ, ઉમર અલીસા રફાઈ, અને સતાર જુમાભાઈ રફાઈ ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 4,080 ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

દ્વારકા તાલુકાના આરંભડા સિમ વિસ્તારમાં અમુક શખસો જુગાર રમતા હોવાની માહિતી પરથી પોલીસે દરોડો પાડયો હતો જે દરોડા વેળા છ શખસો જુગાર રમતા માલુમ પડયા હતા. આથી પોલીસે દાઉદ ઇબ્રાહિમ ઈસાણી, સોહિલ મહમદહનીફ રાઠોડ, આરીફ જુનેશ સિંધિ, હનીફ ઇસ્માઇલ બોલીમ, મામદ અબ્બાસ ઘાવડા તથા સમીર સાલેમામદ સોઢા સહિત છને પોલીસે પકડી પાડી રોકડા રૂ.10150 સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે દ્વારકા શહેરમાંથી પોલીસે જુગાર રમતા ઈસમો રાકેશ રામજી રાઠોડ, સંજય રામજી મકવાણા, ગીગા ભના પરમારને પકડી પાડી રોકડ સહિત રૂ.1840ની માલમત્તા કબજે કરી હતી.પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...