તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 48 કેસ નોંધાયા, 224 દર્દીઓએ કોરોનાને માત આપી

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે સારવાર દરમિયાન નવ દર્દીના મોત થયાં
  • આજે 32 કેસ શહેરી વિસ્તારમાં તો 16 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓના મોતની સંખ્યા હજી પણ દરરોજ 10 કે તેથી વધુ નોંધાઈ રહી છે. આજે મોતની સંખ્યા 09 નોંધાઈ છે અને છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો, જામનગર જિલ્લામાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 09 દર્દીઓના મોત નિપજ્યા છે.

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હાલ આજે 50ની અંદર કેસ નોંધાઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 48 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 18 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 224 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જામનગર જિલ્લામાં આજે 48 કેસ નોંધાયા છે. જેમાં 32 કેસ શહેરી વિસ્તારમાં તો 16 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લામાં રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 224 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ 91 હજાર 14 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં બે લાખ 87 હજાર 389 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...