તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 45 કેસ, સારવાર દરમિયાન 8 દર્દીના મોત

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 220 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ, કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓના મોતની સંખ્યા હજી પણ 10ની આસપાસ નોંધાઈ રહી છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 45 કેસ નોંધાયા છે તો કોરોનાની સારવાર દરમિયાન 8 દર્દીઓના મોત નોંધાયા છે.

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હાલ આજે 50 ની અંદર કેસ નોંધાઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 45 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 8 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 220 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જામનગર જિલ્લામાં આજે 45 કેસ નોંધાયા છે. જેમાં 31 કેસ શહેરી વિસ્તારમાં તો 14 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લામાં રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 220 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 92 હજાર 587 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 88 હજાર 272 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

18 થી 44 વર્ષના તમામ લોકો ઓનલાઇન નોંધણી કરાવી રસી લઇ શકશે

  • ​​​​​​વેબસાઇટ https://selfregistration.cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • રજિસ્ટ્રેશન માટે વેબસાઇટ ઓપન કરી રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જેમાં તમારો મોબાઈલ નંબર આપીને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી એટલે કે વન ટાઇમ પાસવર્ડ આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
  • ઓટીપી સબમિટ કરતાં જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. જેમાં, ફોટો આઇડી માટે આધાર કાર્ડ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન, પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.
  • હવે તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપવાનો રહેશે. તેમાં નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે. ત્યારબાદ રજીસ્ટર-સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ શેડ્યુલ બટન પર ક્લિક કરવાનું રહેશે અને પછી Schedule Now બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે. જે પીનકોડ અથવા ડિસ્ટ્રિક્ટથી સર્ચ કરવાનું રહેશે.
  • ડિસ્ટ્રીક્ટથી સેન્ટર પસંદ કરવાં માટે ગુજરાત અને ત્યારબાદ જામનગર કોર્પોરેશન પસંદ કરવાનું રહેશે. સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમે અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો અને ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરવાથી તમારી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થશે.

જામનગરમાં સોમવારથી કોર્ટ રાબેતા મુજબ શરૂ થશે
કોરોના મહામારીને કારણે પોઝિટિવ કેસનો રાફડો ફાટયો હતો. આથી સરકારી કચેરીઓમાં મહત્વની સિવાયની કામગીરી બંધ કરવામાં આવી હતી. અદાલતો કે જેમાં લોકોની ભીડ અને આવાગમન વધુ રહેતું હોય અદાલતોના પણ મહત્વના કે સિવાયની કામગીરી પણ બંધ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતા આગામી સોમવારથી હાઇકોર્ટની સાથે જામનગરની કોર્ટ પણ રાબેતા મુજબ શરૂ થશે તેમ જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઇ સુવાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...