તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 36 કેસ, સારવાર દરમિયાન 8 દર્દીના મોત

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 308 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ, કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓના મોતની સંખ્યા હજી પણ 10ની આસપાસ નોંધાઈ રહી છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 8 દર્દીઓના મોત નોંધાયા છે.

આજે 308 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને હાલ આજે 50 ની અંદર કેસ નોંધાઈ રહ્યાં છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 36 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 8 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 308 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.

25 કેસ શહેરી વિસ્તારમાં તો 11 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા

જામનગર જિલ્લામાં આજે 36 કેસ નોંધાયા છે. જેમાં 25 કેસ શહેરી વિસ્તારમાં તો 11 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લામાં રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 308 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 95 હજાર 590 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 90 હજાર 433 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...