તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 24 કેસ, સારવાર દરમિયાન 7 દર્દીના મોત

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 301 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. તો કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7 દર્દીઓના મોત નિપજ્યા છે.

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હાલ આજે 50 ની અંદર કેસ નોંધાઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 24 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 7 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 301 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જામનગર જિલ્લામાં આજે 24 કેસ નોંધાયા છે. જેમાં 15 કેસ શહેરી વિસ્તારમાં તો 9 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લામાં રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 301 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 98 હજાર 243 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 92 હજાર 414 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...