• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar District, The SP Had To Issue Strict Orders When The Policemen Were Not Released From The Police Station Even After Being Transferred.

'બદલી કરાયેલા પોલીસકર્મીઓને છુટ્ટા કરો':જામનગર જિલ્લામાં પોલીસકર્મીઓની બદલી કર્યા બાદ પણ પોલીસ સ્ટેશનમાંથી છુટ્ટા ન કરાતા એસપીએ કડક આદેશ આપવો પડ્યો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજના દિવસમાં જ બદલી કરાયેલા પોલીસકર્મીઓને છુટ્ટા કરવા આદેશ કર્યો

જામનગર જિલ્લા પોલીસ વડાએ 329 પોલીસ કર્મચારીઓની જીલ્લામા અલગ અલગ આંતરિક બદલી કરવામાં આવી હતી. ત્યારે ઘણા પોલીસ કર્મચારીઓને આજ દિવસ સુધી પોતાના જુના પોલીસ સ્ટેશનમાંથી છુટા કરવામાં આવ્યા નથી. તેને લઈને જિલ્લા પોલીસવડા આકરા પાણીએ જોવા મળ્યા. જો આજના દિવસમાં પોલીસ કર્મીઓને બદલીની જગ્યાએ છુટા નહીં કરવામાં આવ્યા તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ લેખિતમાં પત્ર ઇન્ચાર્જ પોલીસ સ્ટેશનના અધિકારીઓને લખ્યું છે.

જ્યારે પોલીસ કર્મીઓની બદલી થઈ ગયેલ હોય છે તો કેમ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીઓને લગત અધિકારીઓ છૂટા કરતા નથી તે પણ પોલીસ વિભાગમાં ચર્ચાનું જોર પકડે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ આજે લેખિત પત્ર લખીને તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં પત્રમાં જણાવ્યું છે કે તાત્કાલિક બદલી થયેલ જગ્યાએ પોલીસ કર્મીઓને છુટા કરી દેવા.

જામનગર જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી ત્યારે પોલીસ કર્મીઓને બદલી કરતી વેળાએ હુકમ કર્યો હતો કે કર્મચારીઓને તાત્કાલિક ટા કરવામાં આવે તેમ છતાં ઘણા બધા પોલીસ કર્મચારીઓને આ જ દિવસ સુધી છુટા કરવામાં આવ્યા નથી તે યોગ્ય નિર્ણય નથી તેમ જ જે કર્મચારીઓને બદલી કરવામાં આવેલ છે તે કર્મચારીઓને બદલી પરથી છૂટા કરવાના બાકી હોય તેવા તમામ કર્મચારીઓને આજના દિવસમાં છુટા કરી દેવા જિલ્લા પોલીસ વડાએ લેખિતમાં પત્ર લખી જણાવ્યું છે.

ત્યારે પત્રમાં વધુમાં કહ્યું છે કે કોઈપણ જાતના રેફરન્સ કે કોઈ કર્મચારીઓને બદલી પર છુટા કરવા પર બાકી નથી તે અંગેનું પ્રમાણપત્ર પર તા.12-9-2022 ના સોમવારના આઠ વાગ્યા સુધીમાં સીટ શાખામાં મોકલી આપવાનું રહેશે. જ્યારે જો કર્મચારીઓ આજે જ બદલી પર છુટા કરવામાં નહીં આવે તો લગત પોલીસ સ્ટેશન શાખા કચેરીના ઇન્ચાર્જ વિરુદ્ધમાં લેખિત હુકમની અવગણના કરવામાં આવેલ છે તેની સામે મનસ્વી વર્તન બદલ કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે જેની નોંધ લેવી તેઓ જિલ્લા પોલીસવાળાએ લેખિત પત્ર લખી લગત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...