ભાસ્કર વિશ્લેષણ:જામનગર જિલ્લામાં ફકત ત્રણ દિ’ માં વરસાદે તમામ ખોટ ભરપાઇ કરી દીધી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લામાં 13 થી 15 સપ્ટેમ્બરના 46.63 ટકા પાણી વરસી જતાં મોસમનો કુલ વરસાદ 101.75 ટકાએ પહોંચી ગયો
  • સસોઇ ડેમ ઓવરફલો : સુની હતી નદીયુ’ને હૈયામાં વાગ્યા’તા તીર, આખુ ચોમાસુ કોરુ ગયુ’ને ભાદરવે આવ્યા નીર
  • જામજોધપુર, જામનગર, જોડિયા અને લાલપુર તાલુકામાં હજુ 100 ટકા વરસાદ થયો નથી: જામનગર તાલુકામાં સૌથી ઓછો 70.69 ટકા વરસાદ

જામનગર જિલ્લામાં ફકત ત્રણ દિવસમાં વરસાદે તમામ ખોટ ભરપાઇ કરી દીધી છે. કારણ કે, 13 થી 15 સપ્ટેમ્બરના 46.63 ટકા પાણી વરસી જતાં મોસમનો કુલ વરસાદ 101.75 ટકાએ પહોંચી ગયો છે. જોકે, જામજોધપુર, જામનગર, જોડિયા અને લાલપુર તાલુકામાં હજુ 100 ટકા વરસાદ થયો નથી. જામનગર તાલુકામાં સૌથી ઓછો 70.69 ટકા વરસાદ વરસ્યો છે.

જામનગર જિલ્લમાં ચાલુ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થયું હતું. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાયો હતો. વરસાદના બે રાઉન્ડમાં સમાયાતંરે હળવા-ભારે વરસાદના કારણે 12 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાના સરેરાશ વરસાદની સામે ફકત 58.12 ટકા વરસાદ વરસ્યો હતો. પરંતુ ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ મહેર કરતા 13 થી 15 સપ્ટેમ્બરના એટલે કે ફકત ત્રણ દિવસમાં 46.63 ટકા પાણી વરસી જતાં જિલ્લામાં ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ 101.75 ટકાએ પહોંચી ગયો હતો.

આમ ફકત ત્રણ દિવસમાં મેઘરાજાએ તમામ ખોટ ભરપાઇ કરી દીધી હતી. મેઘરાજાની મહેરના કારણે નદી-નાળા, ચેકડેમ, જળાશયો છલકાતા પીવાના પાણીની સમસ્યા એક ઝાટકે દૂર થતાં શહેરીજનોમાં અને રવિ પાકનું ચિત્ર ઉજળું બનતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ છે. ચાલુ વર્ષે ભાદરવો ભરપૂર વરસતા શહેર-જિલ્લામાં ચોમેર પાણી-પાણી થઇ ગયું છે, ત્યારે આગામી દિવસોમાં હજુ વરસાદની શકયતા સેવાઇ રહી છે. જેના કારણે પાક અને પાણીનું ચિત્ર વધુ ઉજળું બનશે તેમ જાણકારો જણાવી રહ્યા છે.

જિલ્લાના 25 માંથી 23 જળાશયો ઓવરફલો

ડેમટકાવારી
સસોઇ100
પન્ના100
ફૂલઝર-1100
સપડા100
ફૂલઝર-2100
વિજરખી100.18
ડાઇમીણસાર55.21
રણજીતસાગર100
ફોફળ-2100
ઉંડ-3100
આજી-4100
રંગમતી100
ઉંડ-1100
ડેમટકાવારી
કંકાવટી100
ઉંડ-2100
વોડીસાંગ100
ફૂલઝર(કો.બા.)100
રૂપાવટી100
સસોઇ-2100
રૂપારેલ100
વનાણા48.39
બાલંભડી100
ઉમિયાસાગર100.02
વાગડીયા100
ઉંડ-4100

જિલ્લામાં કુલ વરસાદની 17 સપ્ટે.ની સ્થિતિ(25 મીમી=1 ઇંચ)

તાલુકોકુલ વરસાદ30 વર્ષનો સરેરાશ વરસાદ

સરેરાશ વરસાદ સામે ટકાવારી

કાલાવડ1079634170.19
જામજોઘપુર70071997.36
જામનગર53375470.69
જોડિયા62263398.26
ધ્રોલ694597116.25
લાલપુર59772582.34

બે દિવસમાં 6.5 થી 23 ઇંચ વરસાદ ખાબકયો
જામનગર જિલ્લામાં 13 અને 14 સપ્ટેમ્બરના એટલે કે ફકત બે દિવસમાં 6.5 થી 23 ઇંચ વરસાદ ખાબકયો હતો. જેમાં કાલાવડ તાલુકામાં 23, જામજોધપુરમાં 6.5, જામનગરમાં 8, જોડિયામાં 7, ધ્રોલમાં 11.25 અને લાલપુર તાલુકામાં 6 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...