તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 393 કેસ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 55 દર્દીઓએ દમ તોડ્યો
  • 24 કલાક દરમિયાન 615 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

જામનગર જિલ્લામાં કોરોનાનાને લઈ થોડા રાહતના સમાચાર આવ્યા છે. આજે વધુ એકવાર નવા કેસ કરતા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ આવી છે. જામનગર જિલ્લામાં આજે 393 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 615 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જો કે, કોરોનાની સારવાર દરમિયાન આજે પણ ચિંતાજનક રીતે 55 દર્દીઓના મોત નિપજ્યા હતા.

જામનગર જિલ્લામાં આજે 393 કેસ નોંધાયા છે. જેમાં 242 કેસ શહેરી વિસ્તારમાં તો 151 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 615 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 61 હજાર 293 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 67 હજાર 081 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

રાજ્યના જે 10 જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને રસી આપવાનો નિર્ણય કરાયો છે તેમાં જામનગરનો પણ સમાવેશ કરાયો છે. જામનગરમાં હાલ 45 વર્ષથી મોટી ઉમરના અને 18 વર્ષથી ઉપરની ઉમરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. 18 વર્ષથી વધુ ઉમરના લોકોના રસીકરણને લઈ હાલ યુવાઓમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...