• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar District, The Muslim Community Demanded Ticket From The Congress, Surrounded Shaktisinh Gohil And The Leaders Made A Fierce Presentation.

ટિકિટની ખેંચતાણ:જામનગર જિલ્લામાં મુસ્લિમ સમાજે કૉંગ્રેસ પાસે ટિકિટની માગ કરી, શક્તિસિંહ ગોહિલની ઘેરાબંધી કરી આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી

જામનગરએક મહિનો પહેલા

જામનગર જિલ્લામાં મુસ્લિમ સમાજની નોંધપાત્ર વસતી છે. પરંતુ, કૉંગ્રેસ તરફથી વિધાનસભામાં તેમના સમાજને ટિકિટ અપાતી ન હોવાની રજૂઆત સાથે આજે મુસ્લિમ સમાજના આગેવાનોએ શક્તિસિંહ ગોહિલ સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાએ તો શક્તિસિહને ત્યાં સુધી કહીં દીધું હતું કે, સમાજમાં ભાગલા પડાવવાની વાત હોય તો તમારી ટિકિટ તમને મુબારક.

જામનગર ગ્રામ્ય બેઠક પર ટિકિટની માગ
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર મુસ્લિમ સમાજના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમ ખફીએ કૉંગ્રેસની ટિકિટ માટે દાવેદારી કરી છે. ત્યારે આ બેઠક પર મુસ્લિમ સમાજને ટિકિટ ફાળવવાની માગ કરવામાં આવી છે.

શક્તિસિંહ ગોહિલની ઘેરાબંધી કરવામાં આવી
જામનગરમાં આજે કૉંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી હતી. જેમાં હાજરી આપવા માટે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ જામનગર પહોંચ્યા હતા. આ સમયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો શક્તિસિંહ સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા. શક્તિસિંહની ઘેરાબંધી કરી મુસ્લિમ સમાજના આગેવાનોએ ટિકિટની માગ કરી હતી. મામલો ગરમ થતા શક્તિસિંહે તમામ આગેવાનોને ઠંડા પાડવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...