વીજતંત્ર લાચાર:જામનગર જિલ્લામાં વરસાદથી 127 ગામમાં અંધારપટ છવાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લામાં રવિવાર રાત્રીથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે વરસાદના પગલે જામનગર જિલ્લાના 127 ગામડાઓમાં અંધારપટ છવાયો છે. જિલ્લાના અનેક ગામડાઓમાં પૂરની સ્થિતિ હોવાથી વીજ તંત્ર પણ લાચાર બન્યું છે. આથી વીજ તંત્રની ટીમ પણ કોઈપણ સ્થળે પહોંચી શકી નથી. જેને કારણે ક્યાં કેટલી વીજલાઇન, પોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે તેનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું નથી. આથી વીજપુરવઠો ક્યારે પૂર્વવત થશે તે નક્કી નથી.

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા રવિવાર બપોર પછી જ તોફાની બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે જામનગર જિલ્લાના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઇ જતા જામનગર જિલ્લાના 127 ગામોમાં અંધારપટ છવાયો છે. જામનગર જિલ્લાના કાલાવડ, તાલુકાના બાંગા, વોડીસંગ, ધુડશીયા, અલીયાબાડા સહિતના અનેક ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોવાથી વીજ તંત્ર પણ લાચાર બન્યું છે. જેને કારણે જિલ્લાઓમાં વીજપોલને ક્યાં કેટલું નુકસાન થયું છે, કેટલા કિલોમીટર સુધી વીજલાઇન ક્ષતિગ્રસ્ત થઈ છે તેનું ચિત્ર સ્પષ્ટ થયું નથી. આથી ગામડાઓમાં વીજળી ક્યારે આવશે તે એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...