તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar District Panchayat, On The Instruction Of The President, The Presence Of The Employees Was Checked And 5 Employees Were Found Absent

સરપ્રાઈઝ ચેકિંગ:જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખની સૂચનાથી કર્મચારીઓની હાજરી ચકાસાઈ, 5 કર્મચારી ગેરહાજર મળ્યા

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું

જામનગર જિલ્લા પંચાયતોમાં કર્મચારીઓનું આજે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યારે ઘણા કર્મચારીઓ ગુલ્લી પણ મારી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારાની સૂચનાથી આજરોજ જિલ્લા પંચાયતના અધિકારીઓએ તમામ શાખામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગ જિલ્લા પંચાયતમાં વિભાગોમાં બે અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવ્યું હતું.

જિ.પં.ની 24 શાખાઓમાં 134 કર્મચારી
જિલ્લા પંચાયત જામનગર માં મહેકમ, પંચાયત, વિકાસ ,મહેસુલ, હિસાબી, બાંધકામ ,શિક્ષણ, સમાજ કલ્યાણ, ખેતીવાડી ,આરોગ્ય ,સિંચાઈ, પશુપાલન, સહકાર ,અન્વેષણ, આંકડા,આઈ.સી.ડી.એસ., આયુર્વેદ, કુટુંબ કલ્યાણ, પંચાયત, મા મ.પેટા, સામાન્ય સિંચાઇ પેટા-1 પેટા વિભાગ, નોંધણી,આઈ.સી ડી.એસ. ઘટક એમ કુલ 24 શાખાઓ છે. જેમાં 134 કર્મચારીઓની સંખ્યા છે જેમાં આજરોજ 129 કર્મચારીઓ હાજર રહ્યા હતા અને 5 ગુટલીબાજ કર્મચારીઓએ ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...