તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક વધ્યો, 24 કલાકમાં 3 દર્દીના મોત

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લામાં 2 કેસ, 3 દર્દી ડિસ્ચાર્જ
  • મ્યુકર માઇકોસીસના 3ને રજા અપાઇ

જામનગરમાં કોરોનાથી 24 કલાકમાં ત્રણ દર્દીના મોત નિપજતાં મૃત્યુઆંક પુન: વધતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. શહેર-જિલ્લામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્રણ દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની લહેર અંત તરફ ગતિ કરતા પોઝિટિવ કેસનો આંકડો સીંગલ ડીઝીટમાં પહોંચ્યો છે. પરંતુ જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક સાથે 3 મહિલા દર્દીઓના મૃત્યુ નિપજતા ભયની લાગણી પ્રસરી છે. રવિવારે શહેરમાં 1 અને જિલ્લામાં 1 મળી કુલ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 3 દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 21 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 3 દર્દી વેન્ટિલેટર પર અને 8 દર્દી ઓક્સિજન પર છે.

મ્યુકર માઇકોસીસ વોર્ડમાં એક સાથે 3 દર્દીને રજા આપવામાં આવી છે. જયારે એક નવા દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. હાલ 45 દર્દી સારવાર હેઠળ છે. રવિવારે એક પણ સર્જરી કરવામાં આવી નથી. રવિવારે કોરોનાથી એક સાથે 3 દર્દીના મૃત્યુ નિપજતાં શહેરીજનોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે તો તંત્ર પણ ધંધે લાગ્યું છે. જોકે, કેસની સંખ્યા ઘટવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...