તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસર:જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે માત્ર 13,222 વાહનો જ વેચાયા, ગત વર્ષ આ આંકડો 25,672નો હતો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીએસ-6ને અનુલક્ષીને વાહનોનું વેચાણ વધવું જોઈતું હતુ, પણ કોરોના વિલન બન્યો

જામનગર સહિત સમગ્ર દેશમાં સરકાર દ્વારા પ્રદુષણ ઓછું કરવા 1 એપ્રિલ 2020થી બીએસ-6 નિયમ લાગુ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટએ કર્યો છે. આથી વાહન ઉત્પાદકો નિયમ મુજબ વાહનનું ઉત્પાદન કરી રહ્યા છે. આ નવા નિયમ મુજબ ઉત્પાદન થવાના કારણે વેચાણ વધવાની શક્યાતા હતી. કોરોના કારણે લાદવામાં આવેલા લોકડાઉન લીધે જામનગર જિલ્લામાં વાહનોનું વેચાણ ઓછું થયું છે. છેલ્લાં 2 વર્ષમાં બીએસ-6 નિયમના કારણે જામનગર જિલ્લામાં વાહનના વેંચાણમાં સતત ઘટાડો થયો છે.

બીએસ-6 વાહનોમાંથી કેટલું વાયુપ્રદૂષણ થાય છે તેનું માપદંડ છે બીએસ-6નું પૂરું નામ ભારત સ્ટેટ કમિશન સ્ટાન્ડર્ડસ છે. જેને ટૂંકમાં બીએસ કહેવામાં આવે છે. ટુ અને ફોર વ્હીલર વાહનોમાંથી કેટલું વાયુ પ્રદુષણ ફેલાય છે અને કેટલા કાર્બનનું ઉત્સર્જન થાય છે તે માટેનો સરકારી માપદંડ છે. સૌ પ્રથમ વર્ષ-2000માં બીએસ માપદંડ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ-2010માં બીએસ-3 માપદંડ લાગુ કરવામાં આવ્યો હતો. જે બાદ વર્ષ 2017માં સમગ્ર દેશમાં બીએસ-4 માપદંડ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટમાં વાહન પ્રદૂષણની જાહેર હિતની અરજી થતા સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ 2020 સુધીમાં સમગ્ર દેશમાં બીએસ-6 માપ દંડ લાગુ કરવા આદેશ આપ્યો હતો.

વર્ષ-2020માં આશા કરતા વાહનોનું વેચાણ ઓછું થયું
બીએસ-6 નિયમ મુજબ 31 માર્ચ 2020 પછી અન્ય માપદંડ વાળા વાહનોની નોંધણી થઈ શકે નહીં. જેથી ઉત્પાદકો મર્યાદિત વાહનોનું ઉત્પાદન કરતા હતા. વર્ષ 2020 થી બીએસ-6 લાગુ થયા બાદ ઉત્પાદન અને વેચાણ વધવાની આશા હતી. પરતું કોરોનાને કારણે વર્ષ-2020માં વાહનો વેચાણનું પ્રમાણ ઓછું થયું છે.> જૈમીન ચૌધરી, ઇન્ચાર્જ આરટીઓ, જામનગર

શું છે બીએસ-6 ના ફાયદા
બીએસ-6 લાગૂ થયા પછી પ્રદૂષણને લઇ પેટ્રોલ અને ડીઝલ વચ્ચે વધુ અંતર રહેશે નહિ. ડીઝલ ગાડીઓથી 68 ટકા અને પેટ્રોલ ગાડીઓથી 25 ટકા સુધી નાઈટ્રોજન ઓક્સાઈડનું ઉત્સર્જન ઓછું થશે.

વાહનોના વેચાણની ફેકટ ફાઇલ

વર્ષવાહનો
201741,810
201842,764
201936,054
202025,672
202113,222
અન્ય સમાચારો પણ છે...