મગફળીની ખરીદી:જામનગર જિલ્લામાં 54 દિવસમાં માત્ર 1,176 ખેડૂતોએ મગફળીમાં ટેકો લીધો

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 33,363 ખેડૂતોએ નોંધણી કરાવી છે: 21,34,040 ક્વિન્ટલ મગફળીની ખરીદી થઇ

જામનગર જિલ્લામાં 1 ઓકટોબરથી માર્કેટીંગ યાર્ડ ખાતે પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા 20 કીલો મગફળીના રૂ.1120 ટેકાના ભાવ નકકી કરાયા છે. જિલ્લામાં કુલ 33363 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે પૈકી 54 દિવસમાં પુરવઠા નિગમ દ્વારા 9617 ખેડૂતોને એસએમએસ કરાયા હતાં. પરંતુ અત્યાર સુધીમાં ફકત 1176 ખેડૂતે ટેકાના ભાવે મગફળીનું વેંચાણ કર્યું છે.

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની 23 નવેમ્બર સુધીની સ્થિતિ

યાર્ડનોંધણીએસએમએસખેડૂત આવ્યા

ખરીદી(કવીન્ટલમાં)

હાપા47331,900161314100
ધ્રોલ45801,050257516120
જોડિયા25572,557103193830
કાલાવડ82571,110227416940
લાલપુર67621,400228410190
જામજોધપુર64741,600200282870
અન્ય સમાચારો પણ છે...