તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે 712 નવા કેસ, 60 દર્દીના સારવાર દરમિયાન મોત

જામનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • આજે 441 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં દરરોજ નોંધાઈ રહેલા કેસમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. પરંતુ, સારવાર દરમિયાન થઈ રહેલા દર્દીઓના મોતના આંકડામાં ઘટાડો થતા રાહતનો શ્વાસ લેવામા આવ્યો છે.

જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 712 નવા કેસ નોંધાયા છે. જેમાં 393 કેસ શહેરી વિસ્તારમાં અને 319 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.તો સારવાર દરમિયાન 60 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, ચોવીસ કલાક દરમિયાન 441 દર્દી કોરોનાને માત આપી સાજા થવામા પણ સફળ રહ્યા છે.

જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 37 હજાર 504 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 52 હજાર 396 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો